________________
સમ્બોલતતિ ગાથા-૭૪ - પૌષધનું ફળ કપલ कुसलेण समागया सट्ठाणं । कयं वद्धावणयं । मिलिया सुहिसयणवग्गा । संमाणिया पुप्फतंबोलाईहिं । गहिऊण पहाणपाहुडं दिवो राया पुरिसदत्तकरेणुदत्तेहिं । विण्णत्तो लद्धावसरेहि, देव ! नियदव्ववएण धम्मट्ठाणं किंपि करिस्सामो भूमिखंडपयाणेण पसायं करेउ महाराओ । निउत्तो मंती राइणा। दंसिया तेण नयरगब्भे, पसत्थवासरे समाहूया सुत्तहारा । पारद्धं परिणयजलदलाइणा कम्मकरपच्चासण्णजणमपीडभयं तेहिं
– સંબોધોપનિષદ્ ઘણું ધન કમાયા. તેમાંથી બીજો માલસામાન ખરીદ કર્યો. પોતાના નગરમાં જવા માટે સામગ્રી તૈયાર કરી. કુશળતાપૂર્વક પોતાના સ્થાને આવી ગયાં. વધામણા કર્યા. મિત્ર-સ્વજન વર્ગો મળ્યા. તેમનું પુષ્પ-તાંબૂલ દ્વારા સન્માન કર્યું.
પુરુષદત્ત અને કરેણુદત્ત બંને શ્રેષ્ઠ ભેટશું લઇને રાજા પાસે ગયા. અવસર પામીને રાજાને વિનંતિ કરી, કે દેવ ! અમે સ્વદ્રવ્યના વ્યયથી કોઈ ધર્મસ્થાન કરશું. મહારાજ તેના માટે જમીનનો ટુકડો આપવા દ્વારા પ્રસાદ કરે. રાજાએ તે કાર્ય માટે મંત્રીને નિયુક્ત કર્યો. મંત્રીએ નગરની વચ્ચેની જમીન દેખાડી = આપી. " શુભ દિવસે સૂત્રધારોને બોલાવ્યા, પરિણત જળ, કાષ્ઠાદિ દળ વગેરે જયણાપૂર્વક, કારીગરોને તથા નજીકના લોકોને પીડા તથા ભય ન થાય તેમ તેમણે કાર્યાન્તર = તે ધર્મસ્થાન