________________
૪૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોતિ पुण पणट्ठधणधण्णा णेण माराविउमारद्धा । लद्धंतरा नासिऊण तुम्ह सरणमागया । पुरिसदत्तेण भणियं, सोहणं कयं संपयं किं कायव्वं ? । तेहिं भणियं, जं भणह । पुरिसदत्तेण भणियं, परिच्चयह एयं इह लोगे वि सयलाणत्थणिबंधणं परलोए दुग्गइकारणं वसणं । तेहिं भणियं, परिचत्तमेव । तओ एगो अत्तणा संगहिओ । बीओ करेणुदत्तस्स समप्पिओ। बीयदियहे दिण्णं पयाणयं । सुहंसुहेण पवहिऊण परिमियवासरेहिं पत्ता कुबेरदिसावहूभालतिलयतुल्लं कुबेरसुंदरं नाम नयरं । ठिया तत्थ । संचालिओ ववहारो । विढत्तं भूरिदविणजायं । गहियं पडिभंडं । कया आगमणसामग्गी ।
– સંબોધોપનિષદ્ - દિવસો કાઢી નાખ્યા. અમે ધન-ધાન્યથી તો ભ્રષ્ટ થયા જ હતાં. આજે તેણે અમને મરાવી નાખવા માટે પ્રયત્ન કર્યો. લાગ મેળવીને અમે નાસ્યા અને તમારા શરણે આવ્યાં.”
પુરુષદત્તે કહ્યું, “સારું કર્યું, હવે શું કરવાનું છે?” તેણે કહ્યું, “જે કહો તે.” પુરુષદત્તે કહ્યું, “આલોકમાં પણ વ્યસન સર્વ અનર્થોનું કારણ છે, અને પરલોકમાં દુર્ગતિનું કારણ છે, તેને છોડી દો.” તેમણે કહ્યું, “છોડી જ દીધું છે.” પછી એકને પુરુષદત્તે રાખ્યો અને બીજાને કરેણુદત્તને સમર્પિત કર્યો. બીજા દિવસે પ્રયાણ કર્યું. સુખે સુખે પ્રવાસ કરીને થોડા દિવસમાં ઉત્તરદિશારૂપી સ્ત્રીના લલાટના તિલકસમાન એવા કૂબેરસુંદર નામના નગરમાં ગયાં. તેમાં રહ્યા. વેપાર કર્યો.