________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂ न मुयामो । किं बहुणा, सच्चवियमम्हेहिं वयणमेत्तं-"नहघट्ठा करपंडुरा, सज्जण दूरी हूअ । सुण्णा देउल सेवियइ, तुज्झ पसायइ जूय ! ॥१॥" एवमप्पाणं विडंबयंताण वोलीणो कोइ कालो । अण्णदिणे साहसमवलंबिऊण सहियसमक्खं दोहि वि ओडियं दीणारदससहस्साणं । सहिएण भणियं, परिचयह एयं । जइ दीणारा न देह तो भे जीयं गिण्हामि । पडिवण्णमम्हेहिं रमाविया हारियं च । धराविया सहिएण । मग्गिया देमो त्ति एवं भणंतेहिं गमिया कइवि वासरा । अज्ज
- સંબોધોપનિષદ્ - વધું કહેવાથી શું ? અમે આ વચન સાચું પાડ્યું છે કે - હે જુગાર ! તારા પ્રસાદથી નખો ઘસાઈ ગયા. હાથ ધોળા થઈ ગયા. સજ્જનો દૂર જતાં રહ્યા. અને શૂન્યઘર-દેવળ સેવાવા લાગ્યાં. અથવા તો શૂન્ય = સર્વથી ભ્રષ્ટ એવો તે મનુષ્ય દેવળને સેવે છે.
આ રીતે પોતાની વિડંબના કરતા અમારો કેટલોક કાળ પસાર થયો. એક દિવસ અમે બંનેએ સાહસ કરીને સાથીઓની સમક્ષ દશ હજાર દીનારની હોડ લગાવી. સાથીએ કહ્યું કે આ હોડ છોડી દો. જો દીનારો નહીં આપો તો તમારું જીવિત લઇશ. અમે સ્વીકારી લીધું, જુગાર રમ્યા અને હારી ગયાં. સાથીએ અમને પકડ્યા. જ્યારે અમારી પાસે દીનાર માંગે ત્યારે અમે “આપીએ છીએ” એમ કહી કહીને કેટલાક