________________
૪૧૦ ગાથા-૭૪ - પૌષધનું ફળ સત્ત્વોથતિઃ दीणारसहस्सा जूइयराण पुरिसदत्तकरेणुदत्तेहिं । गया जूइयरा । इयरे य अप्पणा सद्धि मज्जाविया य दो वि ते सावयसुयां वि दिण्णवत्थजुयला सुहासणत्था पुच्छिया पुरिसदत्तेण, का जाई किं कुलं ? अलंकरियमज्जिएहिं । भणियं णेहिं, पण?सीलसमायराण नियकुलकलंकभूयाण नियजाइजाइकुसुमकिमियाण व किं कुणउ जाई अम्हाण, तहवि तुम्ह साहिज्जइ। बाहाजलभरियलोयणेहिं खलंतक्खरं जंपियमणेहिं । अज्ज ! वाणियगकुलसंभूया कम्मेण चंडाला सावयकुलप्फंसणा
–સંબોધોપનિષદ્ - દીનારો આપી દીધા. જુગારીઓ ગયાં. તે બંને શ્રાવકપુત્રોને તેમણે પોતાની સાથે સ્નાન કરાવ્યું, બંનેને વસ્ત્રોની જોડ આપી અને સુખાસનમાં બેઠેલા એવા તે બંનેને પુરુષદત્તે પૂછ્યું, “આપ આર્યોએ કઈ જાતિ અને કયાં કુળને અલંકૃત કર્યું છે?” એમણે કહ્યું, “અમે તો શીલના સમ્યફ આચરણથી ભ્રષ્ટ થયા છીએ. અમે તો અમારા કુળમાં કલંકભૂત છીએ. જાતિ પુષ્પ જેવી ઉજ્જવળ અમારી જાતિ છે, પણ અમે તો એ પુષ્પને કોરી ખાતા કીડા જેવા છીએ. અમારી (ઉચ્ચ) જાતિ (પણ) અમને શું લાભ કરવાની હતી? છતાં પણ તમને કહી દઈએ.”
તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, સ્કૂલના પામતા અક્ષરોથી તેમણે કહ્યું, “આર્ય ! અમે વણિકકુળમાં જન્મ્યા છીએ, પણ અમારા કાર્યથી અમે ચંડાળ જેવા છીએ, શ્રાવકકુળ