________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૪૨ विणासियं? । तेहिं भणियं दसदीणारसहस्साणि हारिऊण मग्गिज्जंता अज्जं दलयामो कल्लं देमो इच्चाइवयणवित्थरेण ट्ठिया कइवयदिणाणि । अज्ज पुण परिकुविएण भणियं, सहिएण अलं कालविलंबेण, दीणारे वा अज्ज देन्तु पाणे वा। सहियवयणसवणसंजायमरणभया नासिऊण एत्थतं पविट्ठा, ता समप्पेह एए जइ भे कल्लाणेण कज्जं । तओ साहमियवच्छल्लं गुणकरंति मण्णमाणेहिं दिण्णा दस वि
– સંબોધોપનિષ પછી શ્રેષ્ઠીઓએ તેમને પૂછયું કે, “તમે તેમનાથી ગભરાઈને કેમ ભાગ્યા હતાં?” તેમણે કહ્યું કે, અમે જુગારમાં દશ હજાર દીનાર હારી ગયાં. તેઓ જ્યારે અમારી પાસે માંગે, ત્યારે અમે આજે અપાવીએ, કાલે આપીએ, વગેરે વચનોના વિસ્તારથી કેટલાક દિવસો સુધી તેમણે રાહ જોઈ. પણ આજે તો ખૂબ ગુસ્સે થઈને કહ્યું કે, “કાળવિલંબ સહન કરવા વડે સર્યું, આજે કાં તો દીનારો આપ અને કાં તો તારા પ્રાણો આપ” આવા સાથી જુગારીના વચન સાંભળવાથી અમને મૃત્યુનો ભય થયો અને તેથી અમે નાસીને અહીં પ્રવેશ્યા. માટે જો તમને પુણ્ય જોઇતું હોય, તો દીનારો આપો.”
પછી પુરુષદત્ત અને કરેણુદતે વિચાર્યું કે “સાધર્મિક વાત્સલ્ય ગુણકારક છે.” તેથી તેમણે તે જુગારીઓને પૂરા દશ હજાર