________________
४४८
ગાથા-૭૪ - પૌષધનું ફળ સખ્વોથતિઃ किण्णदंडीखंडनियंसणा उद्दामनहरनियरविहलियंगुवंगा अणवरयसेढियाघसणधवलपाणिणो अणुमग्गलग्गा हक्कंतजूइयारचंडसद्दसवणसंखुद्दमाणसा कह कहवि नासग्गविलग्गजीविया 'नमो अरिहंताणं' ति भणमाणा दोण्णि सावयसुया पुरिसदत्तकरेणुदत्ताण सरणमल्लीणा । नवकारसवणसंजायसाहम्मियाणुराएहिं भणियं तेहिं, भद्दे ! नो भाइव्वं ति। भणिया नियपुरिसा, खलेह इमे पच्छाणुलग्गे पुरिसे । तहेव कयं पुरिसेहिं । पच्छा पुच्छाविया ते सेट्ठीहि किमेहि
– સંબોધોપનિષદ્ - (થીગડાવાળા?), સાંધેલા અને જીર્ણ ફાટેલા હતાં. ઉગ્ર નખોના સમૂહોથી તેમના અંગોપાંગો વ્યાકુળ થયા હતાં. અનવરત સેઢિકાના (સેઢિયા એ દેશ્ય શબ્દ છે, જેનો અર્થ થાય છે સફેદ માટી – ખડી) ઘર્ષણથી તેમના હાથો સફેદ બન્યા હતાં. તેમની પાછળ તેમને આહ્વાન કરતા એવા જુગારીઓ પડ્યા હતાં. તેઓના પ્રચંડ શબ્દોને સાંભળવાથી તે બે શ્રાવકપુત્રોનું મન ખૂબ સંક્ષોભ પામ્યું હતું. જાણે તેમના પ્રાણ નાસિકાના અગ્રભાગે આવી ગયા હતાં. તે બંને શ્રાવક પુત્રો “નમો અરિહંતાણં' એમ બોલતા માંડ માંડ પુરુષદત્ત અને કરેણુદત્તને શરણે આવ્યા. નવકાર સાંભળીને તેમણે જાણ્યું કે આ તો અમારા સાધર્મિક છે, તેથી તેમને તેમના પર અનુરાગ થયો. તેમણે કહ્યું કે, “ભદ્ર ! તમારે ડરવું નહીં.” પછી તેમણે પોતાના માણસોને કહ્યું કે, “આમની પાછળ પડેલા પુરુષોને અટકાવો.” તે માણસોએ તે જ પ્રમાણે કર્યું.