________________
સન્ડ્રોધસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨ उभयलोगविरुद्धसेविणो विसपायव व्व अवयारनिमित्तं वड्डिया जणणिजणयाण सेसलोगाण धवलविमलाभिहाणा परमसम्मदिट्ठिसेट्ठिसुया वारिज्जंता वि ताएण किलिट्ठकम्मोदएण अंगीकयजूयवेसवसणा विविहोवाएहिं घररित्थं विणासिउमाढत्ता। सासंति जणणिजणयाणि । वियरंति धम्मोवएसं साहुणो वि, लक्खारागो व्व कप्पासे न लग्गइ अम्हाण माणसे उवएसो । तओ पिउप्पमुहाणि इमिणा चेव दुक्खेण सुमिरणसेसाणि जायाणि।
- સંબોધોપનિષદ્ – પર લાંછન જેવા છીએ. આલોક-પરલોકમાં દુઃખદાયક એવું કામ કરીએ છીએ. જેમ વિષવૃક્ષને ઉછેરવાથી તે અપકાર કરે, તેમ અમારા માતા-પિતાએ જાણે અમને અપકાર માટે જ મોટા કર્યા છે. અમે મોટા થઈને માતા-પિતા અને બાકીના લોકો પર અપકાર જ કર્યો છે. અમારું નામ ધવલ અને વિમલ છે. અમે પરમ સમ્યગ્દષ્ટિ એવા શ્રેષ્ઠીના પુત્રો છીએ. અમારા પિતાએ અમને ઘણી ના પાડી, પણ ક્લિષ્ટ કર્મના ઉદયથી અમે જુગાર અને વેશ્યાનું વ્યસન સ્વીકાર્યું. અને જાતજાતના ઉપાયો દ્વારા ઘરના ધનનો વિનાશ કરવા લાગ્યાં.
માતા-પિતાઓ અમને શિખામણ આપે છે, સાધુઓ પણ અમને ધર્મોપદેશ આપે છે, પણ જેમ કપાસમાં લાક્ષાનો રંગ ન લાગે, તેમ અમારા મનમાં ઉપદેશ સ્પર્શતો નથી. પછી