________________
४४४
ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः एमाइधम्मदेसणं काऊण ट्ठिया आयरिया । पडिवण्णा पुरिसदत्तकरेणुदत्तेहिं देसविरई । तइयसिक्खावए अट्ठमिपमुहपुण्णतिहीसु कायव्वो पडिपुण्णो पोसहो एस नियमो । उववूहिया सूरीहिं धण्णा तुज्झे जओ अउण्णाण न देसविरइपरिणामो वियंभइ, जओ-"सम्मा पलियपुहुत्तेऽवगए कम्माण भावओ होति । वयपभिईण भवण्णवतरंडतुल्लाणि णियमेण ॥१॥ धण्णो च्चिय पडिवज्जइ, विरई पालेइ धण्णओ चेव । परिपालिय विरई पुण, भवे भवे लहइ कल्लाणं ॥२॥ सव्वंमि चेव कज्जे, पयट्टमाणेण बुद्धिमतेण । नियमा
– સંબોધોપનિષદ્ – પુરુષદત્ત અને કરેણુદત્તે દેશવિરતિ સ્વીકારી. તેમણે ત્રીજા શિક્ષાવ્રતમાં એવો નિયમ કર્યો કે આઠમ વગેરે પવિત્ર તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધ કરવો. આચાર્ય ભગવંતે તેમની ઉપબૃહણા કરી, કે - “તમે ધન્ય છો, કારણ કે જેઓ પુણ્યશાળી ન હોય, તેમને દેશવિરતિનો પરિણામ થતો નથી. કારણ કે - સમ્યક્તની પ્રાપ્તિ પછી કર્મોમાં પલ્યોપમપૃથક્વ જેટલી સ્થિતિ ઓછી થાય, ત્યારે જ સંસારસાગરમાં તરાપા જેવા એવા વ્રતો વગેરેની ભાવથી પ્રાપ્તિ થાય છે. /૧ (પંચાશક ૧-૬, વિંશતિવિંશિકા ૧૬૫, શ્રાવકધર્મવિધિ ૭૧) ધન્ય હોય તે જ વિરતિને સ્વીકારે છે. ધન્ય જ તેનું પાલન કરે છે. અને વિરતિનું પાલન કરીને જનમો જનમ કલ્યાણ પામે છે. રાી સર્વ કાર્યમાં પ્રવૃત્તિ કરતા બુદ્ધિમાને