________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૪રૂ पुरिसदत्तसेट्ठिसंतिए घरुज्जाणे । समागया सणवडियाए लोया। पुरिसदत्तसेट्ठी वि समं करेणुदत्तेण वंदिओ तिपयाहिणापुरस्सरं । निसण्णा जहाठाणं परिसा । पारद्धा भगवया सजलजलहरगंभीरसरेण धम्मदेसणा, जहा-"धम्माउ धणं विउलं, धम्माओ चेव कामसंपत्ती । धम्माउ निम्मला कित्ती, धम्माउ सग्गसुहमुत्ती ॥१॥ किसिकरणं सायरलंघणं च देसंतरेसु परिभमणं । कयधम्माणं फलयं, विवरीयं अकयपुण्णाण ॥२॥"
– સંબોધોપનિષદ્ - અન્ય કાળે ત્યાં જયભૂષણ નામના આચાર્ય ભગવંત પધાર્યા. તેઓ પુરુષદત્ત શ્રેષ્ઠીના ઘરના ઉદ્યાનમાં રહ્યા.
લોકો તેમના દર્શન કરવા આવ્યા. પુરુષદત્ત-શ્રેષ્ઠીએ પણ કરેણુદત્ત સાથે ત્રણ પ્રદક્ષિણા દઈને તેમને વંદન કર્યા. પર્ષદા પોતપોતાના સ્થાને બેસી, સજળ વાદળા જેવા ગંભીર સ્વરવાળા આચાર્ય ભગવંતે દેશના શરૂ કરી, કે - ધર્મથી વિપુલ ધન મળે છે. ધર્મથી જ કામની પ્રાપ્તિ થાય છે. ધર્મથી નિર્મળ કીર્તિ થાય છે અને ધર્મથી સ્વર્ગનું સુખ અને મોક્ષ મળે છે. તેના જેઓએ ધર્મ કર્યો છે તેઓનું ખેતીકરણ, સમુદ્રપાર જવું, અન્ય દેશોમાં પરિભ્રમણ કરવું વગેરે સફળ થાય છે, પણ જેઓએ પુણ્ય કર્યું નથી, તેમનું આ બધું નિષ્ફળ થાય છે તેરા
ઇત્યાદિ ધર્મદેશના કરીને આચાર્ય ભગવંત મૌન રહ્યા.