________________
४४२
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः
तत्रैवाप्रमत्तः सन् शुभभावनया तिर्यग्नरकगती 'छिनत्ति' रुणद्धि, न तिर्यग्नारकत्वं लभत इत्यर्थः ॥७४॥
सम्प्रति पौषधविध्यप्रमत्तप्रमत्तयोः फलं दृष्टान्तद्वारेण प्रसङ्गतो दर्श्यते
अत्थि इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विसाला नाम नयरी । तंमि य पुरिसदत्तकरेणुदत्ताभिहाणा सम्मद्दिट्ठिमिच्छादिट्टिणो दोणि सेट्ठिणो परिवसंति । अत्थि ताण परोप्परं संगयं एगचित्तया य संसारिककज्जेसु, न उण धम्मपओयणेसु । अन्नया समागओ तत्थ जयभूसणो नाम सूरी । ठिओ સંબોધોપનિષદ્ અને અશુભભગાવક્ષપણની વાતમાં સંદેહ = શંકા નથી. તથા તેમાં જ અપ્રમત્ત શ્રાવક શુભભાવનાથી તિર્યંચ-નરગતિને છેદે છે = નિરુદ્ધ કરે છે. અર્થાત્ તે શ્રાવક તિર્યંચપણું અને નારકપણું પામતો નથી. ।।૪।।
પૌષધવિધિમાં અપ્રમત્ત અને પ્રમત્તને જે ફળ મળે છે, તે હવે પ્રાસંગિકરૂપે દૃષ્ટાન્ત દ્વારા બતાવાય છે -
આ જ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં વિશાલા નામની નગરી છે. તેમાં બે શ્રેષ્ઠીઓ વસે છે. એક પુરુષદત્ત, જે સમ્યગ્દષ્ટિ છે અને બીજો કરેણુદત્ત, જે મિથ્યાર્દષ્ટિ છે. સાંસારિક કાર્યોમાં તે બંનેની પરસ્પર સોબત અને એચિત્તતા છે, પણ ધર્મપ્રયોજનોમાં તેવું નથી.