________________
૪૩૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોથતિઃ जेमेइ । तं पुण नियघरे अहापवत्तं फासुयं ति पोसहसालाए वा पुव्वसंदिट्ठसयणोवणीयं न य भिक्खं हिंडेइ । तओ आसणाओ अचलिओ चेव दिवसचरिमं पच्चक्खइ । तओ इरियावहियं पडिक्कमिय सक्कत्थयं भणइ । जइ पुण सरीरचिताए अट्ठो तो नियमा दुगाई आवस्सियं करिय साहु व्व उवउत्ता निज्जीवथंडिले गंतुं अणुजाणह जस्सावग्गहो त्ति भणिऊण दिसिपवणगामसूरियाइसमयविहिणा उच्चारपासवणे वोसिरिय फासुयजलेणं आयमिय पोसहसालाए आगंतूण
– સંબોધોપનિષદ્ – એવી રીતે, નીચે ઢળે નહીં એ રીતે જમે.
તે પોતાના ઘરે સ્વજનો માટે બનેલ પ્રાસુક જમે અથવા તો પૂર્વકથિત સ્વજનોએ લાવેલું એવું ભોજન પૌષધશાળામાં જમે, પણ ભિક્ષા માટે ન ફરે. પછી આસનથી ચલિત થયા વિના જ દિવસચરિમં પચ્ચખાણ કરે. પછી ઇરિયાવહિ પડિક્કમીને શક્રસ્તવ કહે.
જો શરીરચિતાનું પ્રયોજન હોય તો નિયમનથી બે વગેરેની સંખ્યામાં આવસહિ કરીને, સાધુની જેમ ઉપયોગવાળા થઈને, નિર્જીવ ભૂમિમાં જઇને, “જેમનો અવગ્રહ છે, તેઓ અનુજ્ઞા આપો” એમ કહીને, દિશા-પવન-ગામ-સૂર્ય વગેરે શાસ્ત્રોક્ત વિધિથી વડીનીતિ-લઘુનીતિ કરીને, પ્રાસુકજળથી આચમન કરીને, પૌષધશાળામાં આવીને નિસિહી કહેવા પૂર્વક પ્રવેશ