________________
४३० ગાથા-૭૪ - પૌષધનું ફળ સમ્બોધસપ્તતિઃ पोसहं गिण्हिही तम्मि दिणे अ प्पभाए चेव वावरंतरपरिच्चाएण गहियपोसहोवगरणो पोसहसालाए साहुसमीवे वा गच्छइ । तओ इरियावहियं पडिक्कमिय गुरुसमीवे ठवणायरियसमीवे वा खमासमणदुगपुव्वं पोसहमुहपोत्तिं पडिलेहिय पढमखमासणेणं पोसहं संदिसाविय बीयखमासमणेण पोसहे ठामि त्ति भणइ । तओ वंदिय नमोक्कारतिगं कड्डिय करेमि भंते ! पोसहमिच्चाइ दंडगं वोसिरामि पज्जत्तं भणइ । तओ पुव्वुत्तविहिणा सामाइयं गेण्हइ । वासासु कट्टासणं सेसट्ठमासेसु पाउंछणं च संदिसाविय उवत्तो सज्झायं करितो पडिकमणवेलं जाव पडिवालिय पाभाइयं
- સંબોધોપનિષદ્ - જ બીજી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને પૌષધશાળામાં કે મુનિ ભગવંતો પાસે જાય. પછી ઇરિયાવહી પડિક્કમીને ગુરુ પાસે કે સ્થાપનાચાર્ય પાસે બે ખમાસમણ દઈને પૌષધમુહપત્તિપડિલેહણ કરે. પછી એક ખમાસમણ આપીને “પોસહ સંદિસાહું ?” એમ આદેશ માંગે અને બીજું ખમાસમણ આપીને “પોસહે ઠામિ' એમ આદેશ માંગે. પછી વંદન કરીને ત્રણ નવકાર કહીને “કરેમિ ભંતે ! પોસહં ઇત્યાદિ પાઠ વોસિરામિ સુધી કહે છે. (પૂર્વોક્ત પ્રમાણે પ્રસ્તુતમાં પણ સામાચરીભેદ સંભવે છે, તેથી તેને લઇને વ્યામોહ ન કરવો.) પછી પૂર્વોક્તવિધિથી સામાયિક લે છે. ચોમાસામાં કટાસણું, અને બાકીના આઠ મહિનાઓમાં પાદપૂંછન(રજોહરણમાં હોય તેવો કંબલખંડ)ને સંદિષ્ટ કરીને વિત્ત (ઉપયુક્તપણે ?) સ્વાધ્યાય કરતાં