________________
सम्बोधसप्ततिः ગાથા-૫૦ - કષાયફળ
२५९ व्याख्या - पूर्वकोट्यधिकायुष्कस्याकर्मभूमिजादेस्तावद् व्रतमेव न भवति । पूर्वकोट्यायुष्कस्यापि वर्षाष्टकोपर्येव दीक्षा, अतो देशोनयाऽपि पूर्वकोट्या यदर्जितं 'चारित्रं' दुश्चरतपश्चरणलक्षणं तत्सर्वमपि कश्चिन्नरः केनचित्कर्मवशेन 'कषायितमात्रः' अन्तर्मुहूर्तमात्रमपि कालमनन्तानुबन्धिकषायोदये वर्तमानो 'हारयति' विफलीकुर्यात् । तथाविधकषायतीव्रत्वे
સંબોધોપનિષદ્ ચારિત્ર અર્જિત કર્યું હોય, તેને પણ કષાયયુક્ત માત્ર નર એક મુહૂર્તમાં હારી જાય છે. પoll (આરોહણાપડાગા ૬૬૭, ક્ષમાકુલ, ૧૨, ચંદાઝય ૧૪૩, આરાહણાપડાગા (વીરભદ્રીયા) ૧૬૪, પુષ્પમાલા ૩૧૪, હિતોપદેશમાલા ૪૯૧)
જેનું આયુષ્ય પૂર્વકોટિથી વધારે હોય, તે અકર્મભૂમિ આદિમાં ઉત્પન્ન થયા હોય, તેમને તો વ્રત જ ન હોય. વળી જેનું આયુષ્ય પૂર્વકોટિવર્ષ હોય, તેની દીક્ષા પણ આઠ વર્ષ પછી જ સંભવે છે. માટે પૂર્વકોટિમાં થોડા ન્યૂન એટલા કાળથી પણ જે ચારિત્રનું ઉપાર્જન કર્યું હોય તે સર્વને પણ કોઈ મનુષ્ય, કોઈ કર્મને કારણે કષાયયુક્ત માત્ર = એક અંતર્મુહૂર્ત જેટલો કાળ પણ અનંતાનુબંધી કષાયના ઉદયમાં વર્તમાન, હારી જાય છે = નિષ્ફળ કરે છે = તથાવિધ તીવ્ર કષાયમાં ઉત્પન્ન થયેલો એવો તે કદાચ નરકમાં પણ ઉત્પન્ન થાય છે.