________________
૪૨૮ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોથલતતિઃ तथार्थत्वे एव तत्तत् शास्त्रं युक्तिश्चानुसृता भवति - प्राच्यसम्पादकाः] 'सो य पोसहो आहाराइभेएण चउव्विहो' यदुक्तम्-"से य पोसहे चउविहे पन्नत्ते, तं जहा-आहारपोसहे, सरीरसक्कारपोसहे, बंभचेरपोसहे, अव्वावारपोसहे वि त्ति । एक्केक्को दुभेओ देसे सव्वे य । देसओ आहारपोसओ जं विगइलेवाडदव्वाइअन्नयराहारविसेसपरिहरणम्, सव्वओ चउव्विहाहारवज्जणं । तहा सरीरसक्कारो वि देसओ न्हाणाइनियमणं, सव्वओ विभूसापच्चयं पायाइपक्खालणस्स विरई ।
સંબોધોપનિષ કરણીય છે અને અન્ય દિવસે કરણીય છે. તે પ્રમાણે અર્થ સમજો તો જ તે તે શાસ્ત્ર અને યુક્તિનું અનુસરણ થાય. - પૂર્વસંપાદકશ્રી]
તે પૌષધ આહારાદિના ભેદથી ચાર પ્રકારનો છે, જે કહ્યું છે - અને તે પૌષધ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે છે- (૧) આહારપૌષધ (૨) શરીરસત્કારપૌષધ (૩) બ્રહ્મચર્યપૌષધ (૪) અવ્યાપારપૌષધ. આ પ્રત્યેક પૌષધ બે પ્રકારનો છે. દેશથી અને સર્વથી. દેશથી આહારપૌષધ = વિગઈ, લેપકૃત (જે આહારથી ભાજન લેપાય તેવો આહાર) દ્રવ્યો વગેરે અન્યતર આહાર-વિશેષનો ત્યાગ, સર્વ આહારપૌષધ = ચતુર્વિધ આહારનું વર્જન. તથા દેશથી શરીરસત્કારપૌષધ = સ્નાન વગેરેનો ત્યાગ. સર્વથી શરીરસત્કારપૌષધ = વિભૂષા