________________
સમ્બોસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪ર૭ साधनतया प्राधान्यं किं नार्हति ? दिवसान्तरे च विरतिनिषेधात्संयतमनसां साधूनां किमिष्टं सिद्ध्यति ? किञ्चोपधानपौषधप्रतिमादिकं च पर्वान्यदिवसे किमिति कार्यते ? किञ्च पौषधोपवाससहपठितोऽतिथिसंविभागस्तु पर्वस्वेव विधातुं नेष्टः पौषधोपवासः पुनरिष्ट इत्यत्र किं नियामकम् ? । ततः पौषधोपवासातिथिसंविभागयोः पर्वदिवसे अवश्यकरणीयतां दिवसान्तरे च करणीयतामर्थमुपरितनाः सर्वेऽपि पाठा बोधयन्ति ।
– સંબોધોપનિષદ્ વિરતિ થતી નથી ? અને વિરતિ મોક્ષનું સાધન હોવાથી શું પ્રધાનતો-ઉચિત નથી ? અર્થાત્ શું વિરતિને પ્રાધાન્ય ન આપવું જોઈએ ?
વળી સાધુઓનું મન તો સંયમમાં પ્રતિષ્ઠિત હોય. પર્વદિન સિવાય વિરતિનો નિષેધ કરવાથી તેમનું કયું વાંછિત સિદ્ધ થાય છે? વળી પર્વ સિવાયના દિવસોમાં ઉપધાનના પૌષધ, પ્રતિમા વગેરે કેમ કરાવાય છે ? વળી અતિથિ-સંવિભાગ પણ પૌષધોપવાસની સાથે જ કહ્યો છે. તો પણ “અતિથિસંવિભાગ પર્વદિનોમાં જ કરાય' એવું તમને ઈષ્ટ નથી. પણ પૌષધોપવાસ પર્વદિનોમાં જ કરાય' એવું તમને ઈષ્ટ છે. તો આ બંને વિષે સમાન પ્રરૂપણા કરી હોવા છતાં પણ બંનેમાં ભિન્ન અભ્યપગમ રાખવો, એમાં શું નિયામક છે ?
માટે ઉપરોક્ત સર્વ પાઠો એ જ અર્થ જણાવે છે કે – પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ પર્વદિવસે અવશ્ય