________________
સમ્બોથતિ : ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૧ परतया व्याख्यानं क्रियते तदा पूर्वं 'पुनः पुनरुच्चार्ये' इतितात्पर्यार्थः कथं स्वीक्रियते ? एकस्मिन्नेव च प्रकरणे एकस्य पदस्य भिन्नार्थत्वं बाधकमन्तरा न युक्तम् । एकार्थतायां तु प्रत्युत साधकमपि स्पष्टं भाष्यव्याख्यानमुपादर्शि । साध
- સંબોધોપનિષદ્ - એનો તાત્પર્યાર્થ શી રીતે સ્વીકારાશે ? એક જ પ્રકરણમાં એક જ પદનો અલગ અલગ અર્થ માનવો હોય, તો તેનો એક અર્થ માનવામાં કાંઈ બાધક હોવો જોઇએ. જો કોઈ બાધક ન હોય, તો તે રીતે અલગ અલગ અર્થ ન માનવા જોઈએ. ઐ પદનો એક જ અર્થ માનવાના પક્ષે તો ઉલ્ટ સાધક પણ – તત્ત્વાર્થભાષ્યટકારૂપ બતાવ્યું જ છે.
આશય એ છે કે સામાયિક દેશાવકાશિક પ્રતિદિન કરાય છે – ફરી ફરી ઉચ્ચારાય છે, આવું તાત્પર્ય કહ્યું છે. તો પ્રતિદિન નથી કરાતા” એનું તાત્પર્ય એમ જ સમજવું જોઇએ કે ફરી ફરી ઉચ્ચરાતા નથી. અર્થાત્ ઉક્ત રીતે પૌષધાદિ દિવસમાં એક વાર જ કરાય છે. સામાયિકાદિની બાબતમાં જે પદનું જે તાત્પર્ય ટીકાકારોએ “ઇતિ ભાવના' વગેરે શબ્દો દ્વારા દર્શાવ્યું છે, તે પદનું તે જ તાત્પર્ય પૌષધાદિની બાબતમાં પણ સમજવું જોઈએ. કારણ કે બંને બાબતો એક જ પ્રકરણની છે, અને બંનેમાં પદ પણ (પ્રતિદિન) એક જ છે. હા, એ અર્થ માનવામાં કોઈ બાધક આવતો હોય તો બીજો અર્થ લઈ શકાય, અને તેના દ્વારા તમને ઇષ્ટ એવો પર્વ સિવાયના