________________
૪૨૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ સબ્લોથપ્તતિઃ इत्यत्र 'प्रतिदिवसानुष्ठेये' इति पदस्य 'पुनः पुनरुच्चार्ये' इति तात्पर्यार्थमभिधाय तयोतयोर्निखिलदिवसव्यापित्वशङ्कां निवार्य 'पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयौ' इतिव्याख्यातवतां श्रीमतां हरिभद्रसूरिपादानामपि पौषधोपवासातिथिसंविभागौ दिवसे प्रतिनियतं सकृदेवानुष्ठातव्यौ न पुनः पुनरित्ययमेवार्थोऽभिप्रेतः । यदि च 'न प्रतिदिवसाचरणीयौ' इत्यस्य पदस्य पर्वान्यदिवसनिषेध
- સંબોધોપનિષદ્ - તાત્પર્યાર્થ તરીકે ફરી ફરી ઉચ્ચારવા યોગ્ય' એમ કહ્યું. અને એમ કહેવા દ્વારા “આ વ્રતો આખા દિવસમાં વ્યાપ્ત છે' એવી શંકાનું નિવારણ કર્યું છે. ત્યાર બાદ “પૌષધોપવાસ - અતિથિસંવિભાગ પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે, પ્રતિદિન કરવા યોગ્ય નથી.” આવું કહેનારા પૂ. શ્રી હરિભદ્રસૂરિજીને એ જ અર્થ અભિપ્રેત છે કે – પૌષધોપવાસઅતિથિસંવિભાગ દિવસમાં પ્રતિનિયત = એક વાર જ કરવા યોગ્ય છે, ફરી ફરી કરવા યોગ્ય નથી. જેમ કે એક વાર પૌષધ ઉચ્ચર્યો એટલે આખા દિવસરાત | દિવસ-રાત માટે વ્રતનું આચરણ થઈ ગયું. તેને ફરી ફરી ઉચ્ચરવાનો હોતો નથી.
“પ્રતિદિવસ આચરવા યોગ્ય નથી.” આ પદની વ્યાખ્યા જો એવી કરો કે “પર્વ સિવાયના દિવસોમાં પૌષધ કરવાનો નિષેધ છે.” તો પૂર્વનું જે પદ છે કે, “ફરી ફરી ઉચ્ચારવા