________________
સક્વોથતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૨ पौषधातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिनियतदिवसमाचरणीयौ पुनःपुनरष्टम्यादितिथिष्वनुष्ठीयेते । तथा हरिभद्राचार्यकृतश्रावकप्रज्ञप्तिवृत्तौ-"तत्र प्रतिदिवसानुष्ठेये द्वे सामायिकदेशावकाशिके पुनः पुनरुच्चार्ये ।" इति भावना । पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति । एवं पञ्चाशकवृत्तौ श्रीश्रीचन्द्रसूरिकृतषडावश्यकवृत्तौ चायमेव पर्वदिनान्यदिनपौषधकरणनिषेधपरो वाक्यविस्तरः श्रूयते । एतद्विशेषार्थिना त्वस्मद्गुरुश्रीजयसोमो
– સંબોધોપનિષ – પૌષધ અતિથિસંવિભાગ આ બે પ્રતિનિયત દિવસોમાં કરવાના છે, પ્રતિનિયત દિવસોમાં વારંવાર (પ્રતિદિન ?) આચરવાના નથી. આઠમ આદિ પર્વતિથિઓમાં કરાય છે.
તથા શ્રીહરિભદ્રસૂરિકૃત શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિમાં કહ્યું છે - તેમાં સામાયિક-દેશાવકાશિક આ બે પ્રતિદિન કરવા યોગ્ય છે, આ બેને વારંવાર ઉચ્ચારવા જોઇએ. પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ આ બે પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે પ્રતિદિન આચરવા યોગ્ય નથી.
આ રીતે પંચાશકવૃત્તિમાં અને શ્રી શ્રીચન્દ્રસૂરિકૃત ષડવશ્યકવૃત્તિમાં પણ એવા જ વાક્યોનો વિસ્તર શ્રવણ કરવા મળે છે કે જેમનું તાત્પર્ય એ છે કે પર્વદિન સિવાયના દિવસોમાં પૌષધ કરવાનો નિષેધ છે. આ વિષયમાં જેમને વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય, તેમણે અમારા ગુરુ શ્રી જયસોમો