________________
४२०
ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः नुष्ठेये सामायिकदेशावकासिके पुनः पुनरुच्चार्ये इति भावना । पोषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ, न प्रतिदिवसाचरणीयाविति, तथा पञ्चाशकचूर्णी-"तत्थ पइदिवसाणुढेयाणि सामाइयदेसावगासियाणि पुणो पुणो उच्चारिज्जति त्ति जं भणियं होइ । पोसहोववासअतिहिसंविभागा पुण पतिनिययदिवसाणुढेया, न पइदिणाणुढेया ।" इति । तथा तत्त्वार्थवृत्तौ-शिक्षापदव्रतानि सामायिकदेशावकाशिकपौषधातिथिसंविभागाख्यानि चत्वारि प्रतिदिवसानुष्ठेये द्वे सामायिकदेशावकाशिके पुनः पुनः उच्चार्येत इति यावत् ।
– સંબોધોપનિષદ્ – તેમાં સામાયિક-દેશાવકાશિક પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે (નથી?) અર્થાત્ ફરી ફરી – વારંવાર કરવા યોગ્ય છે. પૌષધોપવાસવ્રત અને અતિથિ સંવિભાગવત તો પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે. પ્રતિદિન આચરવા યોગ્ય નથી.
તથા પંચાશકચૂર્ણિમાં કહ્યું છે કે - તેમાં સામાયિકદેશાવકાશિક પ્રતિદિન કરવા જોઈએ, અર્થાત્ ફરી ફરી ઉચ્ચારાય છે. પૌષધોપવાસ-અતિથિસંવિભાગવતો પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે, પ્રતિદિન કરવા યોગ્ય નથી.
તથા તત્ત્વાર્થવૃત્તિમાં કહ્યું છે - સામાયિક-દેશાવકાશિકપૌષધ-અતિથિસંવિભાગ આ ચાર શિક્ષાપદવતો છે. તેમાં સામાયિક-દેશાવકાશિક આ બે વ્રતો ફરી ફરી ઉચ્ચારાય છે.