________________
૪૨૦ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ સોળસપ્તતિઃ सक्कारियाओ पव्वयंति । एवं वच्चइ कालो । अण्णया एगाए देवीए धूया, सा चिंतेति-सव्वाओ पव्वाविज्जति, तीए धूया सिक्खाविया भणाहि दासी होमि त्ति । ताहे सव्वालंकियविभूसिया उवणीया । पुच्छिया भणइ दासी होमि त्ति । वासुदेवो चिंतेइ-मम धूयाओ संसारं आहिंडंति, कह य अण्णेहि अवमण्णिज्जंति, तो न लट्ठयं एयं, को उवाओ ?
– સંબોધોપનિષદ્ થતો દીક્ષાર્થીનો સત્કાર, તેનાથી તેમને સત્કારિત કરવામાં આવતી, અને તેઓ દીક્ષા લેતી. આ રીતે સમય પસાર થાય
છે.
અન્ય કાળે એક રાણીને દીકરી હતી. તે રાણી-વિચારે છે કે, “બધી દીકરીઓને દીક્ષા અપાય છે.” તેણે પોતાની દીકરીને શીખવાડ્યું, કે જ્યારે પિતા તને પૂછે કે દાસી થવું છે કે સ્વામિની ? ત્યારે એમ કહેજે કે મારે દાસી થવું છે.” પછી તેને સર્વ અલંકારોથી વિભૂષિત કરીને વાસુદેવ પાસે મોકલી. વાસુદેવે પ્રશ્ન કરતા તેણે કહ્યું કે, “મારે દાસી થવું છે.”
વાસદેવ વિચારે છે કે, “મારી દીકરીઓ સંસારમાં ભટકે અને બીજાઓ દ્વારા તિરસ્કાર પામે, માટે આ સારું નથી. હવે શું ઉપાય કરવો? કે આના આલંબનથી બીજી દીકરીઓ પણ તેવું ન કરે,' એમ વિચારે છે. વિચાર કરતા વાસુદેવને ઉપાય મળી ગયો. વાસુદેવ વરકને પૂછે છે, “તે પૂર્વે કોઇ