________________
४०८
ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ
तीर्थकरत्वं तथा क्षायिकं सम्यक्त्वम्, प्राकृतत्वाद्विभक्तिलोपः । तथा सप्तम्यास्तृतीयाया आयुः सप्तमपृथिवीगमनयोग्यादायुष्कर्मणस्तृतीयपृथिवीगमनयोग्यमायुष्कर्मेति भावः ।
सम्बोधसप्ततिः
भावार्थस्त्वयम्
बारवतीए वासुदेवो । वीरओ कोलिओ सो वासुदेवभत्तो । सो य किर वासुदेवो वासारत्ते बहवे जीवा वहिज्जंति त्ति ण णीति । सो वीरओ बारं अलभंतो पुप्फछज्जियाए अच्चणं
I
સંબોધોપનિષદ્
તથા ક્ષાયિક સમ્યક્ત્વ, પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ કર્યો છે. તથા સાતમીથી ત્રીજીમાં આયુષ્ય = સાતમી નરકમાં ગમન થાય તેને પ્રાયોગ્ય આયુષ્ય કર્મને મંદ રસવાળું કરીને, ત્રીજી નરકમાં ગમન થાય, તેને યોગ્ય કર્યું એવો ભાવ છે. અહીં કથાનક દ્વારા વિસ્તૃત ભાવાર્થ કહીએ છીએ, જે આ પ્રમાણે છે
-
દ્વારિકામાં વાસુદેવ છે. વણકર વી૨ક વાસુદેવનો ભક્ત છે. તે વાસુદેવ ચોમાસામાં બહાર નીકળતા નથી, કારણ કે ચોમાસામાં ઘણા જીવોની વિરાધના થાય છે. તે વીરકને રાજમહેલના દ્વારમાં પ્રવેશ મળતો નથી, તેથી તે ફૂલછજ્જિકાની પૂજા કરીને જાય છે. પ્રતિદિન જમતો નથી. તેની દાઢી વધી ગઈ. અર્થાત્ દાઢીમાં સંસ્કાર કરવાનો પણ