________________
सम्बोधसप्ततिः
ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ
४०७
क्वचित्-“बद्धं दासारसीहेणं" इति पाठः सोऽपि समर्थितः स्यात् । ततो दाशार्हः सिंह इव दाशार्हसिंहः शूरतया प्रशस्य इत्यर्थः । व्याघ्रादयः शब्दा उत्तरपदे प्रयुज्यमानाः प्रशंसां द्योतयन्ति, यदुक्तम्- "स्युरुत्तरपदे व्याघ्रपुङ्गवर्षभकुञ्जराः । सिंहशार्दूलनागाद्यास्तल्लजश्च मतल्लिका ॥१॥ मचर्चिका प्रकाण्डोद्धौ प्रशस्यार्थप्रकाशकाः ।" इति । तेन श्रीवासुदेवेन 'साधूनां' यतीनां 'वन्दनेन' द्वादशावर्तवन्दनकदानेन एतावत् ‘વન્દ્વ” આત્મના સહ સંશ્લિષ્ટ ભૃતમ્, તિત્ ? ત્યાહ - - સંબોધોપનિષદ્ -
‘દાસારસિંહૈ બાંધ્યું’ એવો પાઠ જોવા મળે છે, તેની પણ સિદ્ધિ થઇ જાય છે. અર્થાત્ તેમાં દીર્ઘત્વ થયું હોવા છતાં પણ પૂર્વનો જ અર્થ = દશાર્હ એવો જ અર્થ સમજવાનો છે. તેથી દાશાર્હ સિંહ જેવા = દાશાહસિંહ = શૂરવીર હોવાથી પ્રશસ્ય. વાઘ વગેરે શબ્દોનો ઉત્તરપદ તરીકે પ્રયોગ થાય તો તેઓ પ્રશંસાસૂચક બને છે. જે કહ્યું છે કે - ઉત્તરપદમાં વ્યાઘ્ર, પુંગવ, ઋષભ, કુંજર, સિંહ, શાર્દૂલ, નાગ વગેરે શબ્દો તથા તલ્લજ, મતલ્લિકા, ॥૧॥ મચર્ચિકા, પ્રકાંડ અને ઉદ્ધ આ શબ્દો પ્રશસ્ય અર્થ સૂચવે છે. (અભિધાનચિન્તામણિનામમાલા ૬/૭૬) તે શ્રીવાસુદેવે સાધુઓને = મુનિઓને વંદન કરવાથી = દ્વાદશાવત્તું વાંદણા દેવાથી આટલું બાંધ્યું આત્મા સાથે સંશ્લિષ્ટ કર્યું. તે શું ? એ કહે છે - તીર્થંકપણું,