________________
સમ્બો સપ્તતિઃ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર ૩૨૩ निजनियमे दृढता, न तु 'यथा लाभस्तथा लोभः' इतिवचनात्तस्य न द्रव्यविषये स्वप्नान्तरेऽप्युपभोक्तुं कामता । ततः 'चेईहरकारावण' तस्यामेव तगरायां जिनायतननिर्मापणं विहितम् । 'तत्थ सयाभोगपरिसुद्धी' तत्र चैत्यविधापने संश्चासौ आभोगश्च सदाभोगः शास्त्रपरतन्त्रो विमर्शस्तत्पूर्वं भूम्यादेः परि समन्ताच्छोधनं सदाभोगपरिशुद्धिः, यदुक्तम्-"जिणभवणकारणविही, सुद्धा भूमी दलं च कट्ठाई । भिइगाण असंधाणं, सासयवुड्डी य जयणा य ॥१॥" अस्या व्याख्यालेशोऽयम्
સંબોધોપનિષદ્ - તેનાથી સંપત્તિ = ઘણી વધુ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ. તે પ્રાપ્તિ થવા છતાં પણ તેમણે અભિગ્રહમાં નિશ્ચલતા = પોતાના નિયમમાં દઢતા રાખી. પણ – “જેમ લાભ થાય તેમ લોભ જાગે” – એ વચનથી તેમને દ્રવ્યવિષયમાં સ્વપ્ન ય ઉપભોગની ઇચ્છા ન થઇ. પછી તેમણે તેમાં જ = તગરા નગરીમાં જિનાલય બંધાવ્યું. તેમાં = જિનાલય બંધાવવામાં શુભ ઉપયોગ = શાસ્ત્ર પરતંત્ર વિચાર, તેની પૂર્વક ભૂમિ વગેરેની ચારે બાજુથી શુદ્ધિ = શુભોપયોગપરિશુદ્ધિ, જે કહ્યું છે -
જિનાલય નિર્માણવિધિ – શુદ્ધ ભૂમિ, કાષ્ઠ વગેરે દળ, નોકરોની અવંચના, સ્વાશયવૃદ્ધિ અને યતના. //// (પચ્ચાશક ૩૦૩, પચ્ચવસ્તુક ૧૧૧૨, સ્તવપરિણા ૩)