________________
૩૨૪ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સોસપ્તતિઃ शुद्धा भूमिर्द्रव्यतोऽस्थिशङ्कादिशल्यरहिता भावतः परानुपतापिनी, दलं काष्ठेष्टकादि, तत्कारिभ्य उचितक्रयेण क्रीत्वा गवाद्यनाबाधया वानीतम्, भृतकासन्धानम्-कर्मकराणां वेतनावञ्चनम्, स्वाशयवृद्धिः पश्चात्तापादिदोषरहितत्वेन निजचित्तोत्साहः, यतना च वस्त्रपूतोदकादिकेति । वेदान्तेऽप्युक्तम्-"देवद्रव्येण या वृद्धिगुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं
– સંબોધોપનિષદ્ – આની લેશ વ્યાખ્યા આ મુજબ છે - શુદ્ધ ભૂમિ = દ્રવ્યથી હાડકા, શંકા (શંકુ = ઝાડનું ઠૂંઠું થાય પણ તે માટે શક્વાદ્રિ પાઠ જોઇએ) વગેરે શલ્યોથી રહિત અને ભાવથી બીજાને સંતાપ નહીં કરનારી, દળ = કાષ્ઠ, ઇંટો વગેરે. તે તેના બનાવનારાઓ પાસેથી ઉચિત ખરીદીથી = ઉચિત મૂલ્ય આપવા દ્વારા ખરીદ કરીને કે બળદ વગેરેને બાધા ન થાય, તે રીતે લાવેલું હોવું જોઇએ. નોકરોની અવંચના = કારીગરોને વેતન આપવાની બાબતમાં છેતરવા નહીં. સ્વાશયવૃદ્ધિ = પશ્ચાત્તાપાદિ દોષથી રહિતપણાથી પોતાના ચિત્તનો ઉત્સાહ, તથા જયણા = કપડાંથી ગાળેલું પાણી વાપરવું વગેરે.
દેવદ્રવ્યસંબંધી શુદ્ધિની બાબતમાં વેદાંતમાં પણ કહ્યું છે કે - દેવદ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરુદ્રવ્યથી જે ધન મેળવાય, અર્થાત્ દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ કરવા દ્વારા જે ધનસંચય