________________
બ્લોથલતતિ: ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું ૩૮૩ महासावद्यत्वेन निवारितत्वाद्देवार्थमुद्भूतकरोत्पादनस्य च लोकाप्रीतिजनकत्वेनाबोधिहेतुत्वात्, तदुक्तम्-"धम्मत्थमुज्जएणं, सव्वस्सापत्तियं न कायव्वं । इय संजमो वि सेओ, इत्थ य भगवं उदाहरणं ॥१॥ सो तावसासमाओ, तेसिं अपत्तियं मुणेऊणां परमं अबोहिबीयं, तओ गओ हंतऽकाले वि ॥२॥" तदेवं वर्धयन्तोऽप्यासतां भक्षयन्तः, तद्भक्षणस्य महानर्थहेतुत्वात् ।
– સંબોધોપનિષ અને નિર્માણ થયા પછી તેમાં અસંયત લોકો રહે છે અને હિંસાદિ અનેક પ્રકારના પાપોને સેવે છે. માટે મકાન આદિના નિર્માણનું નિવારણ કર્યું છે. તથા દેવ માટે અત્યધિક કરનું ઉત્પાદન કરવું એ લોકોની અપ્રીતિનું જનક હોવાથી અબોધિનું કારણ છે. તે કહ્યું છે કે - જે ધર્મ માટે ઉદ્યત છે, તેણે સર્વની અપ્રીતિ ન કરવી જોઇએ. સંયમ પાલન પણ સર્વની અપ્રીતિના પરિહારપૂર્વક શ્રેયસ્કર છે. અહીં ભગવાન શ્રી મહાવીરસ્વામિ ઉદાહરણ છે, જેમણે તાપસ-કુલપતિની અપ્રીતિને જાણીને, લોકઅપ્રીતિ પરમ અબોધિનું બીજ છે એમ સમજીને તાપસઆશ્રમથી અકાળે પણ = ચાતુર્માસ દરમિયાન પણ વિહાર કર્યો હતો. મેરા (સ્તવપરિજ્ઞા પ-૬, પગ્નવસ્તુક ૧૧૧૪-૧૧૧૫, પચાશક ૩૦૮-૩૦૯)
આ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં પણ, ભક્ષણ કરવાની વાત તો જવા જ દો, કારણ કે દેવદ્રવ્યનું ભક્ષણ તો મહા અનર્થનું કારણ છે. શું? એ કહે છે. ડુબે છે = નિમગ્ન