________________
૩૮૪ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું સન્ડ્રોથતિઃ किम् ? इत्याह-ब्रुडन्ति मज्जन्ति भवसमुद्रे संसारवारिधौ मूढाः मन्दाः, किंविशिष्टाः ? मोहेन मोहनीयकर्मणा अज्ञानिनः विशुद्धज्ञानविकला देवद्रव्यं वर्धयन्तोऽपि भवसमुद्रे मज्जन्ति, जिनाज्ञाभङ्गहेतुत्वात्तादृशवर्धनस्य । ननु तर्हि जिनद्रव्यं वृद्धिमपि न नेयम् ?, इति चेन, तद्वृद्धिप्रयोगस्यागमे बहुशः शुभफलहेतुत्वेनाभिधानात्-"एवं नाऊण जे दव्वं, वुड्ढि निति सुसावया। ताणं रिद्धी पवड्डेइ, कित्ती सुक्खं बलं तहा ॥१॥ पुत्ता य हुंति से भत्ता, सोंडीरा बुद्धिसंजुया । सव्वलक्खणसंपन्ना,
– સંબોધોપનિષથાય છે, ભવસમુદ્રમાં = સંસારસાગરમાં, મૂઢો = મંદો = મંદબુદ્ધિવાળા, કેવા ? મોહથી = મોહનીયકર્મના પ્રબળ ઉદયથી, અજ્ઞાનીઓ = વિશુદ્ધ જ્ઞાનથી વિકલો, તેવા જીવો દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા હોવા છતાં પણ ભવસાગરમાં ડુબે છે. કારણ કે તેવી વૃદ્ધિ જિનાજ્ઞાના ભંગનું કારણ છે. અથવા તો તેવી વૃદ્ધિ જિનાજ્ઞાના ભંગ દ્વારા થઈ છે.
શંકા - તો શું જિનદ્રવ્યની વૃદ્ધિ પણ ન કરવી ?
સમાધાન - ના, તેવું નથી, કારણ કે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાથી શુભ ફળ મળે છે, એવું આગમમાં અનેકવાર કહ્યું છે. જેમ કે – જે સુશ્રાવકો આ રીતે જાણીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તેમની ઋદ્ધિ અત્યંત વૃદ્ધિ પામે છે. તથા કીર્તિ, સુખ અને બળ પણ અત્યંત વૃદ્ધિ પામે છે. તેના તેના પુત્રો સ્વામિત્વસંપન્ન