________________
૩૮ર ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું સન્વોઇસપ્તતિઃ यद्देवधनेन समर्घधान्यसङ्ग्रहणम् । तथा देवहेतवे कूपवाटिकाक्षेत्रादिविधानम् । तथा शुल्कशालादिषु भाण्डमुद्दिश्य राजग्राह्यभागाधिककरोत्पादनादुत्पन्नेन द्रव्येण जिनद्रविणवृद्धिनयनं जिनवराज्ञारहितम् । तथा चोक्तम् - "उस्सुत्तं पुण इत्थं, थावरपाउग्गकूवकरणाई । उब्भूयगकरउप्पायणाइ धम्माहिगारंमि ॥१॥" तत्र स्थावरादिनिर्मापणादीनां षट्कायारम्भासंयतवासादिना
– સંબોધોપનિષદ્ ભાવ ઘણા થાય તે સમયે વેંચાણ કરવા દ્વારા દેવદ્રવ્યની ઘણી વૃદ્ધિ કરવા માટે શ્રાવક દેવદ્રવ્યથી મૂલ્યવાન ધાન્યનો સંગ્રહ કરે છે, તથા દેવ માટે કૂવો, વાડી, ખેતર વગેરે બનાવવા, તથા જકાતનાકા વગેરેમાં માલ-સામાનને ઉદ્દેશીને રાજા વડે (ઉપલક્ષણથી સરકાર વડે) ગ્રહણ કરવા યોગ્ય ભાગે કરતાં અધિક કરનો ઉત્પાદ કરવા દ્વારા ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનદ્રવ્યની વૃદ્ધિ કરવી, અર્થાત્ રાજાદિને સાધીને જકાતમાં ચૈત્યસંબંધી મોટો ભાગ રાખવા દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. આ બધું જિનવરની આજ્ઞાથી રહિત છે.
તે મુજબ કહ્યું પણ છે કે – સ્થાવરપ્રાયોગ્ય કૂપકરણાદિ, ઉદ્ભયસ્ક = ઘણા વધારે કરનું ઉત્પાદન ઇત્યાદિ...આ ધર્માધિકારમાં ઉત્સુત્ર = જિનાજ્ઞારહિત છે. [૧]
(શ્રાવકધર્મવિધિ ૨૬) તેમાં સ્થાવર (મકાન) વગેરેનું નિર્માણ વગેરે મહાપાપયુક્ત છે, કારણ કે તેના નિર્માણમાં ષકાયનો આરંભ થાય છે,