________________
૩૭૬ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ મ્હોસપ્તતિઃ श्लोकव्याख्यानेऽप्यन्तर्मुहूर्तात्परतो जन्तुराश्युत्पत्तेः प्रतिपादनानिगोदजीवोत्पत्तिर्दोषावहा नोक्ता, तस्याश्च तत्र पुराऽपि सम्भवात् न कालनियमः । तथा च निगोदजीवैर्नात्र भक्ष्याभक्ष्यत्वं किन्त्वसङ्ख्यै रसजैरेवेति विचार्यम् ॥६५॥
- સંબોધોપનિષદ્ વ્યાખ્યામાં પણ અંતર્મુહૂર્ત પછી જીવસમૂહની ઉત્પત્તિ થાય છે, તેવું જ કહ્યું છે, માટે નિગોદના જીવોની ઉત્પત્તિ દોષના કારણ તરીકે નથી કહી. નિગોદ જીવોની ઉત્પત્તિ તો માખણમાં પૂર્વે પણ સંભવિત હોવાથી “અંતર્મુહૂર્ત પછી' ઇત્યાદિ રીતે કાળનિયમ નથી. આ રીતે નિગોદના જીવોથી અહીં ભક્ષ્યઅભક્ષ્યપણાનો વિચાર નથી કર્યો, પણ અસંખ્ય રસજ જીવોથી જ વિચાર કર્યો છે, એમ પર્યાલોચન કરવું જોઇએ.
અથવા તો રૂતિ વિવાર્યમ્ = કેટલાકોની આ વ્યાખ્યા ચિંતનીય છે. આમ કહેવામાં ગર્ભિત આશય એ હોઈ શકે કે - “નિગોદના જીવોનો પ્રસાર અનિવારિત હોવાથી સર્વત્ર તેમની ઉત્પત્તિ હોય છે, માટે જો નિગોદજીવો હોવાથી વસ્તુ અભક્ષ્ય થતી હોય તો બધી વસ્તુનો ત્યાગ કરવાની આપત્તિ આવશે” – આવી જે વાત કેટલાકો કહે છે, તે શાસ્ત્રાનુસારી જણાતી નથી. ભક્ષ્ય વસ્તુમાં ય કદાચિત્ લીલ આદિ થવા દ્વારા નિગોદ જીવોની ઉત્પત્તિ સંભવિત છે, એ વાત અલગ છે, પણ “સર્વત્ર નિગોદજીવોની ઉત્પત્તિ' તો તથાવિધ