________________
સન્હોથલતતિઃ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ રૂ૭૭ શાસ્ત્રવચનની ઉપલબ્ધિ ન થતી હોવાથી માનવામાં આવતી નથી. વળી પૂર્વગાથામાં મદ્ય આદિ ચાર મહાવિગઈઓમાં અનંત જીવોના ઉત્પાદની વાત કરી છે. જો સર્વત્ર નિગોદ જીવોનો ઉત્પાદ થતો હોય, તો – “એ ચારમાં અનંત જીવોનો ઉત્પાદ થાય છે - એવું કહેવું સંગત ન થાય. પ્રસ્તુત પ્રકાશનમાં ઉપયોગ કરેલ છ છ હસ્તાદર્થોમાં “અસંતા” ના સ્થાને “અસંખા' એવો જ પાઠ છે. પણ ટીકાકારશ્રીએ જે કેટલાકોની વ્યાખ્યાનો ઉપન્યાસ કર્યો છે, તેમાં કેટલાક હસ્તાદર્થોમાં “અસંખા પાઠ દેખાય છે તેમ કહ્યું છે. અર્થાત્ મોટા ભાગના હસ્તાદર્શોમાં “અખંતા” પાઠ છે, એમ તેમણે ય માન્યું છે. વળી ટીકાકારશ્રીએ પોતે પણ “અસંતા” પાઠ જ સ્વીકાર્યો છે. માટે તે કેટલાકો અને ટીકાકારશ્રીને મુખ્યપણે તો “અસંતા” પાઠ જ પ્રસિદ્ધરૂપે માન્ય છે એવું જણાય છે.
જો તે કેટલાકોના યુક્તિબળથી અસંખા = અસંખ્ય પાઠ જ ઉચિત છે એમ માનીએ તો સામસુ... આદિ પ્રસ્તુત ગાથાની સંગતિ ન થાય કારણ કે તેમાં તો નિગોદ જીવોનો ઉત્પાદ સ્પષ્ટપણે કહ્યો જ છે. જો નિગોદ જીવોનો ઉત્પાદ સાર્વત્રિક હોય, તો અમુક દ્રવ્યમાં તેના ઉત્પાદની વાત ઉચિત ઠરતી નથી. વળી આ ગાથા નિશીથચૂર્ણિ આદિમાં શ્રદ્ધેય પૂર્વાચાર્યોએ ગુંથી હોવાથી, તેમાં નિરાધારપણાની કે અવિશ્વસનીયતાની કલ્પના ન કરી શકાય.