________________
સમ્બોસપ્તતિ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ રૂ૭ दृश्यते सोऽपि समर्थितः स्यात् । मद्ये च रसजजीवोत्पत्तिमत्त्वेनासङ्ख्यातजीवत्वं श्रीहेमाचार्यैरप्यभिधानकोषे-'रसजा मद्यकीटाद्याः' इतिनिरूपणेनादृतम् । रसजाश्च द्वीन्द्रिया एव, ते चासङ्ख्याता एव स्युर्नानन्ता इति । तथा तैरेव योगशास्त्रेऽपि-"अन्तर्मुहूर्त्तात्परतः, सुसूक्ष्मा जन्तुराशयः । यत्र मूर्च्छन्ति तन्नाद्यं, नवनीतं विवेकिभिः ॥१॥" व्याख्याअन्तर्मध्यं मुहूर्तस्य अन्तर्मुहूर्तं तस्मादन्तर्मुहूर्तादूर्ध्वं अतिशयेन सूक्ष्माः सुसूक्ष्माः जन्तुराशयो जन्तुसमूहा यस्मिन्नवनीते मूर्च्छन्ति उत्पद्यन्ते तन्नवनीतं नाद्यं न भक्षणीयं विवेकिभिः । इति
– સંબોધોપનિષદ્ – ચિંતામણિ નામમાલામાં કહ્યું છે કે – મદિરામાં ઉત્પન્ન થતાં કીડા વગેરે રસજ જીવો છે. આ રીતે તેમણે મદિરામાં રસ જીવોની ઉત્પત્તિ માની હોવાથી અર્થપત્તિથી મઘમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ માની છે. કારણ કે રસજ જીવો બેઇન્દ્રિયો જ છે અને બેઇન્દ્રિય જીવો તો અસંખ્ય જ હોય છે, અનંત નહીં. તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે જ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે – જેમાં અંતર્મુહૂર્ત પછી સૂક્ષ્મ જીવરાશિઓ ઉત્પન્ન થાય છે, તે માખણ વિવેકીઓએ ન ખાવું જોઇએ. //ળા (૩-૩૪)
વ્યાખ્યા - મુહૂર્તની અંદર એટલે અંતર્મુહૂર્ત, તેના પછી અતિશય સૂક્ષ્મ = સુસૂક્ષ્મ જીવરાશિઓ = જીવોના સમૂહો, જેમાં = માખણમાં, સમૂચ્છિત થાય છે = ઉત્પન્ન થાય છે, તે માખણ વિવેકીઓએ ન ખાવું જોઇએ. આ શ્લોકની