________________
રૂ૭૪ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ સિન્ડ્રોસપ્તતિઃ भूतानां जीवानां तत्तज्जीवसंसक्तिहेतुरित्यर्थः । प्रसिद्धं च मधुमांसमद्यमैथुनानां जीवसंसक्तिमूलकारणत्वमागमे । केचित्तु निगोदजीवानामवारितप्रसरत्वेन सर्वत्रोत्पत्तिसद्भावात्सर्वस्यापि त्यागप्रसक्तेरुक्तार्थस्य सहृदयानामहृदयङ्गमत्वमाकलय्य निगोदवत्सूक्ष्मा ये जीवा रसजास्तेषामुपपात इति व्याख्यान्ति, अत एव पूर्वगाथायां केषुचिदादशेषु 'उप्पज्जति असंखा' इति पाठो
– સંબોધોપનિષદ્ – ઉત્પત્તિસ્થાન છે, ભૂતોની = જીવોની, અર્થાત્ તે તે જીવોની સંસક્તિનું કારણ છે. આગમમાં એવું પ્રસિદ્ધ છે કે મધ, માંસ, મદ્ય અને મૈથુન જીવસંસક્તિના મૂળ કારણ છે.
કેટલાકો એવી વ્યાખ્યા કરે છે કે નિગોદજીવોનો પ્રસાર અનિવારિત હોવાથી, તેમની ઉત્પત્તિ સર્વત્ર હોય છે. માટે જે નિગોદજીવસંસક્તિવાળું હોય તેનો ત્યાગ કરવો જોઇએ, આવું માનતા તો બધી વસ્તુનો ત્યાગ કરવાની આપત્તિ આવશે, માટે ઉપરોક્ત વ્યાખ્યા વિદ્વાનોને સુંદર લાગતી નથી. માટે જે નિગોદ જેવા સૂક્ષ્મ રસજ જીવો છે તેમની ઉત્પત્તિ આવી વ્યાખ્યા તેઓ કરે છે.
આના દ્વારા જ પૂર્વગાથામાં કેટલાક હસ્તાદર્થોમાં “અસંખ્ય ઉત્પન્ન થાય છે આવો જે પાઠ દેખાય છે, તેનું પણ સમર્થન થઈ જશે.
વળી કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે અભિધાન