________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ રૂ૭૩ च यथाश्रुतार्थव्याख्यानेऽसम्बद्धप्रलाप एव । यस्मिन् ह्यनुष्ठीयमाने दोषो नास्त्येव तस्मान्निवृत्तिः कथमिव महाफला भवति ?, इज्याध्ययनदानादेरपि निवृत्तिप्रसङ्गात् । तस्मादन्यदैदम्पर्यमस्य श्लोकस्य, तथाहि-न मांसभक्षणे कृतेऽदोषोऽपि तु दोष एव । एवं मद्यमैथुनयोरपि कथं नादोषः ? इत्याहयतः प्रवृत्तिरेषा भूतानां प्रवर्तन्ते उत्पद्यन्तेऽस्यामिति प्रवृत्तिस्थानं
સંબોધોપનિષદ્ – આપે છે. તેનોl (મનુસ્મૃતિ પ/પ૬, અષ્ટક ૧૮/ર, ત્રિશ દ્વાáિશિકા
૭/૯)
જો આ ગાથાનો શાબ્દિક અર્થ કરીએ તો તે અસંબદ્ધ પ્રલાપ જ છે. કારણ કે જેનું આચરણ કરવામાં દોષ નથી, તેની નિવૃત્તિ મહાન ફળ શી રીતે આપે ? એમ તો તેમના મતે યજ્ઞ, સ્વાધ્યાય, દાન વગેરેમાં પણ દોષ નથી, તો તેની નિવૃત્તિ પણ મહાફળ આપનારી થઇ જશે અને આ રીતે તેમની પણ નિવૃત્તિ કરવાની આપત્તિ આવશે. માટે આ શ્લોકનું તાત્પર્ય આ પ્રમાણે છે - માંસભક્ષણ કરવામાં અદોષ નથી (કૃતેડદોષો આ રીતે અવગ્રહ લગાડવાથી આ અર્થ સંગત થાય છે.), પણ દોષ જ છે. એ રીતે મદિરા અને મૈથુનમાં પણ કેમ દોષ નથી? અર્થાત્ દોષ જ છે. કેમ દોષ છે એ જ કહે છે – કારણ કે આ જીવોની પ્રવૃત્તિ છે. જેમાં જીવો પ્રવૃત્ત = ઉત્પન્ન થાય છે, તે પ્રવૃત્તિસ્થાન =