________________
રૂ૭૨ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ સોઘતિઃ स्यात् ?, उच्यते-मांसवर्जितं सर्वमपि सच्चित्तमुपायेन प्रासुकीभवत्येव, ततः सम्भवत्येवात्र तद्वर्जनोपदेश इतिलिखनादवसीयते । मांसस्य न केनाप्युपायेनाचित्तत्वं सम्पद्यते, तत आमासु पक्वासु पच्यमानास्वपि मांसपेशीषु जीवसंसक्तिरिति । तथा स्मार्ता अप्यूचुः-"न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥१॥" अस्य
– સંબોધોપનિષદ્ તો સચિત્ત છે, તો પછી તેના ભક્ષણનો જ ક્યાં સંભવ છે કે જેનાથી તેના વર્જનનો ઉપદેશ સફળ થાય ?
ઉત્તર - માંસ સિવાયની સર્વ સચિત્ત વસ્તુ ઉપાયથી અચિત્ત થાય જ છે. માટે અચિત્ત થયેલી તે વસ્તુનું ભક્ષણ સંભવે જ છે. માટે તેને વર્જવાનો ઉપદેશ અહીં સફળ છે. દ્રાક્ષ વગેરેનો ત્યાગ કરવાની અહીં જે વાત કરી છે, તેના પરથી જ ખ્યાલ આવે છે કે અચિત્ત બનેલી દ્રાક્ષનું ભક્ષણ સંભવિત છે. (આ વાત વૃત્તિકારના સ્વગચ્છની સામાચારીનો વિષય હોવાથી, તેને લઇને વ્યામોહ ન કરવો.) માંસ તો કોઈ પણ ઉપાયથી અચિત્ત થતું નથી. તેથી કાચી કે પાકી રંધાતી માંસપેશીઓમાં જીવ સંસક્તિ હોય છે.
તથા સ્મૃતિના અનુયાયીઓએ પણ કહ્યું છે કે - માંસભક્ષણ, મદિરા અને મૈથુનમાં દોષ નથી આ જીવોની પ્રવૃત્તિ છે. તેનાથી નિવૃત્તિ કરાય, તો તે નિવૃત્તિ મહાન ફળ