________________
રૂટ ગાથા-૬૪ - મઘાદિ ચાર મહાવિગઈ સવોઇસપ્તતિ: क्षौद्रं, सुधीभिर्नरकावहम् ॥१॥" परैरप्युक्तम्- "सप्तग्रामेषु यत्पापमग्निना भस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रभक्षणात् ॥१॥" तथा मांसमपि महापापोपादाननिमित्तमिति, तथाहि-"भक्षयन्ति पिशितं दुराशयाः, ये स्वकीयबलपुष्टिकारणम् । घातयन्ति भवभागिनस्तके, खादकेन न विनाऽस्ति घातकः ॥१॥ हन्ति खादति पणायते पलं, मन्यते
– સંબોધોપનિષદ્ – અન્યોએ પણ કહ્યું છે કે - સાત ગામોને અગ્નિથી ભસ્મસાત્ કરવાથી જે પાપ લાગે, તે પાપ મધનું એક ટીપું ખાવાથી લાગે છે. ૧
તથા માંસ પણ મહાપાપના ઉપાદાનનું નિમિત્ત છે. તે આ પ્રમાણે – જે દુષ્ટ આશયવાળા લોકો પોતાના બળની પુષ્ટિનું કારણ માંસ છે', એમ સમજીને માંસભક્ષણ કરે છે, તેઓ તે જીવોનો ઘાત કરે છે. ભલે તે એમ માને કે હું તો માત્ર માંસ ખાઉં છું. જેનું માસ છે, તે પ્રાણીને મારતો નથી.” પણ વાસ્તવમાં તે ભક્ષક હોવાથી જ ઘાતક પણ છે. કારણ કે જો માંસ ભક્ષક ન હોય તો ઘાતક પણ ન હોય, અર્થાત જો કોઈ માંસ ખાતું જ ન હોય, તો કોઈ પ્રાણીઘાત કેમ કરે ? કોઈ માંસ ખાય છે માટે જ જીવઘાત થાય છે. માટે ભક્ષક પણ ઘાતક જેટલા પાપના ભાગીદાર હોવાથી, તેઓ પણ જીવોના ઘાતક છે. આના જે જીવઘાત કરે, જે માંસ ખાય, જે માંસ વેચે, જે તેની અનુમોદના કરે, (અથવા તો વેંચાણને માન્ય