________________
૩૬૦ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ લખ્યોતિઃ पञ्चेन्द्रियमनुष्यानाहअसंखया थीनरमेहुणाओ,
मुच्छंति पंचिंदियमाणुसाओ । नीसेसअंगाण विभत्तिचंगे,
भणइ जिणो पन्नवणाउवंगे ॥६३॥
व्याख्या - स्त्रीनरयोमैथुनात् अब्रह्मसञ्जात असङ्ख्याताः पञ्चेन्द्रियमनुष्याः 'मूर्च्छन्ति' उत्पद्यन्ते । एतच्च कः कुत्र कथयति ? इत्याह-'जिनः' तीर्थकृत् प्रज्ञापनोपाने 'भणति' कथयति । सूत्रस्य त्रिकालविषयत्वाद् भणितवानित्यवसेयम् ।
- સંબોધોપનિષદ્ હવે સ્ત્રી-પુરુષના સંયોગથી થતાં અસંખ્ય અસંજ્ઞી સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યોનું પ્રતિપાદન કરે છે -
સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમ સર્વ અંગોના વિભાગોથી રમ્ય એવા પ્રજ્ઞાપના ઉપાંગમાં જિન કહે છે. ૬al (ગાથાસહસ્ત્રી ૩૩૩)
સ્ત્રી-પુરુષના મૈથુનથી = અબ્રહ્મસંજ્ઞાથી અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે. એવું કોણ ક્યાં કહે છે ? તે કહે છે - જિન = તીર્થંકર, પ્રજ્ઞાપના ઉપાંગમાં કહે છે. સૂત્ર ત્રિકાળવિષયક હોવાથી જિને કહ્યું એવો અર્થ સમજવો.
૨. – નીવા |