________________
રૂકર ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સોળસપ્તતિઃ प्रतिमाचतुष्टयान्वित इत्यर्थः । स्थिरोऽविचलसत्त्वः, इतरो हि तद्विराधको भवति, यतोऽस्यां प्रतिमायां निशि चतुष्पथादौ कायोत्सर्गः क्रियते । तत्र चोपसर्गाः प्रभूताः सम्भवन्तीति । ज्ञानी च प्रतिमाकल्पादिपरिज्ञानप्रवणः, अजानानो हि सर्वत्राप्ययोग्यः, किं पुनरेतत्प्रतिमाप्रतिपत्ताविति । अष्टमीचतुर्दश्योरुपलक्षणत्वादष्टमीचतुर्दश्यमावास्यापौर्णमासीरूपेषु पौषधदिनेष्वपि द्रष्टव्यम् । प्रतिमां कायोत्सर्ग 'ठाई' इति तिष्ठति, धातूनामनेकार्थत्वात्करोतीत्यर्थः। किम्प्रमाणाम् ? इत्याह-एका
સંબોધોપનિષદ્ પ્રતિમાઓથી યુક્ત. સ્થિર = નિશ્ચલસત્ત્વવાળ, કારણ કે જે તેવો ન હોય, એ પ્રતિમાની વિરાધના કરે છે. કારણ કે આ પ્રતિમામાં રાતે ચાર રસ્તા આદિ સ્થાને કાઉસ્સગ્ન કરાય છે અને તેમાં ઘણા ઉપસર્ગો સંભવે છે. તથા જ્ઞાની = પ્રતિમાના આચાર આદિના પરિજ્ઞાનમાં નિપુણ. જે અજ્ઞાની છે, એ તો સર્વત્ર અયોગ્ય છે. તો પછી આ પ્રતિમાના સ્વીકારની બાબતમાં તો શું કહેવું ?
આઠમ-ચૌદશના ઉપલક્ષણથી આઠમ-ચૌદશ-અમાસપૂનમરૂપ પૌષધના દિવસોમાં પણ સમજવું. (આના પરથી આ જ દિવસોમાં પૌષધ થઈ શકે એવો એકાંત ન સમજવો.) આ પ્રતિમા = કાયોત્સર્ગ કરે છે. “સ્થા' ધાતુનો અર્થ “ઉભા રહેવું છે એવું પ્રસિદ્ધ છે. પણ ધાતુના અનેક અર્થો હોવાથી