________________
૮૨ ગાથા-૧૦ - અવંદનીયને વંદનનું ફળ લખ્યોથસપ્તતિઃ आत्मनो बन्धः . स्वस्वरूपतिरस्करण-लक्षणः कर्मबन्धः स जायते । तथा 'आणाई' इति आज्ञाभङ्गा-दींश्च दोषानवाप्नुते । कथम् ? भगवत्प्रतिक्रुष्टवन्दने आज्ञाभङ्गः, तं दृष्ट्वाऽन्येऽपि वन्दन्ते इत्यनवस्था, तान् वन्दमानान् दृष्ट्वाऽन्येषां मिथ्यात्वम्, कायक्लेशतो देवताभ्यो वाऽऽत्म-विराधना, तद्वन्दनेन तत्कृतासंयमानुमोदनात्संयमविराधना । इति गाथार्थः ॥१०॥
સંબોધોપનિષદ્ –
તિરસ્કરણ. તે કર્મબંધ થાય છે. તથા આજ્ઞાદિ = આજ્ઞાભંગાદિ દોષોને પામે છે. આ દોષો શી રીતે લાગે ? તે કહે છે - ભગવાને જેનો વંદનીય તરીકે નિષેધ કર્યો છે, તેને વંદન કરવાથી આજ્ઞાભંગ દોષ. તેને વંદન કરતા જોઈને બીજા પણ જીવો પાર્થસ્થ વગેરેને વંદન કરે, માટે અનવસ્થા દોષ.
આટલા જીવો શિથિલાચારીને વંદન કરે એ જોઈને જોનારાઓ મિથ્યાત્વ પામે, કે “આવા શિથિલાચારની જ પ્રરૂપણા તેમના ભગવાને કરી હશે. અન્યથા આવા આચારવાળો વંદનીય શી રીતે થઈ શકે ?” વંદન કરતાં કાયક્લેશ થાય અથવા તો કોઇ દેવતા ઉપસર્ગાદિ કરે, તેનાથી આત્મવિરાધના થાય. અને પાર્થસ્થાદિને વંદન કરવાથી તેના વડે કરાતા અસંયમની અનુમોદના કરવાનું પાપ લાગે, માટે સંયમવિરાધનાનો દોષ લાગે આ મુજબ ગાથાર્થ છે. I/૧૦ના