________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૧૦ – અવંદનીયને વંદનનું ફળ ૮૨ अयं पुण्यभाक्, इत्येवंलक्षणा, सा न भवति, अपि त्वकीतिभवति-नूनमयमप्येवंस्वरूपो येनैषां वन्दनं करोति । तथा निर्जरणं निर्जरा कर्मक्षयलक्षणा, सा न भवति, तीर्थकराज्ञाविराधनद्वारेण निर्गुणत्वात्तेषामिति । चीयत इति कायः देहस्तस्य क्लेश अवनामादिलक्षणः कायक्लेशः, स 'जायते' उत्पद्यते, वन्दनस्य तदविनाभूतत्वात् । तथा क्रियते इति कर्म ज्ञानावरणीयादिलक्षणं तस्य, 'बन्धः' विशिष्टरचनया आत्मनि स्थापनम्, तेन वा
– સંબોધોપનિષદ્ - આ પુણ્યશાળી છે' આવા લક્ષણવાળી કીર્તિ નથી થતી. ઉલ્ટ અપયશ થાય છે કે, “નક્કી આ પણ તેમના જેવો જ હશે, કે જેથી એ તેમને વંદન કરે છે.”
તથા નિર્જરણ = નિર્જરા = કર્મક્ષય. તે પણ નથી થતી. કારણ કે તે જેમને વંદન કરે છે, તેઓ તીર્થકરની આજ્ઞાના વિરાધક હોવાથી નિર્ગુણ છે. અને નિર્જરા તો ગુણવાન આત્માઓને વંદન કરવાથી જ થાય છે.
જે ઉપચિત થાય તે કાય = દેહ, તેનો ક્લેશ = નીચે નમવા વગેરે રૂપ કષ્ટ = કાયક્લેશ, તે થાય છે. કારણ કે તથાવિધ કાયક્લેશ વિના વંદન જ ન થઈ શકે.
જેને કરાય છે તે કર્મ જ્ઞાનાવરણીયાદિરૂપ. તેનો બંધ = વિશિષ્ટ રચનાથી આત્મામાં તેને સ્થાપિત કરવું. અથવા તો તેનાથી આત્માનો બંધ = સ્વસ્વરૂપને આવૃત કરવારૂપ