________________
सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ ओवि इंदियत्थाओ अणत्थो, जो पुण पाणी पंचहि वि पयट्टेज्जा सो सुदीहं संसारे जरामरणाइं पाविही, जहा सो कुम्मो । તથાદિ – ___ अत्थि गंगाए महानईए कूले गंगद्दहो । तत्थ णं बहवे मगरमच्छकच्छवाइया जलजंतुणो वसंति । दुवे य कुम्मया थलविहारी कीडयमंडुक्कियाइआमिसत्थिणो । तस्स हरयस्स य परिपेरंतेसु परियडंता दिट्ठा चंडसद्दखुद्दपावसियालेहिं ।
– સંબોધોપનિષદ્ આવે છે. તેના સ્પર્શની આસક્તિથી હાથી દોડે છે અને “મોટા ખાડા' વગેરેના છાટકાથી પકડાઈ જાય છે. તથા બંધનાદિ દુઃખોને સહન કરે છે.
આ રીતે એક-એક ઇન્દ્રિયથી પણ અનર્થ થાય છે. તો જે જીવ પાંચ ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ કરે છે, તે દીર્ઘકાળ સુધી સંસારમાં જરા-મરણ પામે છે. જેમ કે તે કાચબો. તેની કથા આ પ્રમાણે છે –
ગંગા મહાનદીના કિનારે ગંગાદ્રહ છે. તેમાં ઘણા મગર, માછલા, કાચબા વગેરે જળચર પ્રાણીઓ વસે છે. તેમાં બે કાચબા કિનારાની ભૂમિ પર ફરે છે. તેમને કીડા, દેડકી વગેરેના માંસની સ્પૃહા છે. તે દ્રહની ચારે બાજુ ભટકતા તેઓને ઉગ્ર શબ્દવાળા પાપી શિયાળોએ જોયા, અને તેઓ કાચબાઓ તરફ આવવા લાગ્યાં. તેમને જોઈને તે કાચબાઓ