________________
ગાથા-૭-૮ - સુસાધુશરણ સો સતતિઃ अभिमुहमागच्छमाणे य ते दट्ठण सीसपंचमे चउरो वि पाए संगोविऊण निच्चिट्ठा निप्पंदा निज्जीव व्व ट्ठिया । सिगाला वि आगंतूण इओ तओ लोलंति चालंति विच्छब्भंति उप्पाडिति निवाडिंति जाव न किंचि काउं पारिति ताव गया जंबुया नाइदूरे नियच्छंति य । पच्छाहुत्तं तेसिं च कुम्मा णं नाऊण एगेण ते दूरगए पसारिया पाया उद्धीकया गीवा ताव तेहिं चडत्ति आगंतूण मिगधुत्तेण मुहेण पडिगाहिओ कओ य खंडाखंडी । बीओ उण संकोइयंगो चेव ठिओ जाव संता
- સંબોધોપનિષદ ચાર પગ અને માથાનું સંગોપન કરીને નિશ્ચલ, નિસ્પન્દ થઈને જાણે નિર્જીવ હોય તેવા થઈને રહ્યા. શિયાળો પણ ત્યાં આવીને તેમને આમ તેમ હલાવે છે, ચલાવે છે – વિક્ષોભ પમાડે છે – ઉપાડે છે – નીચે પાડે છે. પણ જ્યારે કાંઈ કરવા સમર્થ નથી થતા ત્યારે તે શિયાળો જતા રહે છે અને બહુ દૂર નહીં, એવી જગ્યાએથી તેમને જુએ છે.
કાચબાઓ તેમની પરામુખતા જાણે છે. તેમાંથી એકે પોતાના પગોને ફેલાવ્યા અને ડોક ઉંચી કરી, ત્યાં તો તે શિયાળો ધડાફ કરતા આવી ગયા અને એક શિયાળે તેને મોઢાથી પકડ્યો, અને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. બીજો તો અંગોને સંકુચિત કરીને જ રહ્યો. તે ત્યાં સુધી કે જ્યાં સુધી તે પગ અને માથુ પ્રસારે તેની રાહ જોવામાં ગ્રાન્ત