________________
ગાથા-૭-૮ - સુસાધુશરણ सम्बोधसप्ततिः भिंगपन्नगा नणु गया निहणं ॥१॥" जिब्भिदियंपि जमिठ्ठाणिट्ठाहारेसु रागद्दोसा य भवंति, जओ-"महुरन्नपाणमंसाइरसविसेसेहिं मोहिया मुद्धा । गलजंतपासबद्धा, मीण व्व विणासमुवइंति ॥१॥" फासिंदियंपि असुहज्झवसायहेउत्तेण दोग्गइकारणं, यत:-"हाणविलेवणसयणासणाण सीमंतिणीण अंगाण । फासेसु गढियहियया, बझंति गय व्व धीरावि ॥१॥" एवमेक्केक्का
– સંબોધોપનિષદ્ - તેના રાફડા પાસે સુગંધી દ્રવ્યો રાખે છે. તેની સુગંધથી સાપ બહાર નીકળે છે. તે માણસો તેને પકડી લે છે અને પછી તેની બંધવધ વગેરેથી કદર્થના કરે છે.
રસનેન્દ્રિય પણ દુઃખનું કારણ થાય છે, કારણ કે તેનાથી ઈષ્ટ આહારમાં રાગ થાય છે અને અનિષ્ટ આહારમાં દ્વેષ થાય છે. રાગ-દ્વેષ દુ:ખનું કારણ થાય છે, કારણ કે કહ્યું છે કે – મધુર અન્ન, પાન, માંસ વગેરે રસ વિશેષથી મોહિત થયેલા મુગ્ધ જીવો ગલયંત્રના પાશથી બંધાયેલા માછલાની જેમ વિનાશ પામે છે. તેના
સ્પર્શનેન્દ્રિય પણ અશુભ અધ્યવસાયનું હેતુ હોવાથી દુર્ગતિનું કારણ છે. કારણ કે – જેઓ સ્નાન-વિલેપન-શયનઆસનના સ્ત્રીઓના અંગોના સ્પર્શમાં આસક્ત હૃદયવાળા છે, તેવા ધીર પુરુષો પણ હાથીની જેમ બંધન પામે છે. /૧
હાથીને પકડવા માટે હાથિણીનું આબેહુબ ચિત્ર રાખવામાં