________________
સન્ડ્રોથપ્તતિ: ગાથા-૭-૮ - સુસાધુશરણ ૪ सप्पणयं वयणं, धावंति पुरओ राइंदिवं, मदंति तेसि चलणे, खालिंति असुइट्ठाणाई, कुव्वंति तव्वयणाओ सव्वाहमकम्माइं। अहवा पवटुंति वाणिज्जे, वंचंति मुद्धवीसंभियजणं, जंति देसंतरेसु, सहति सीयताववेयणं, खमंति छुहापिवासाओ किलिस्संति मूलनासेण । किं बहुणा-तं नत्थि जं न पत्थिति नेय सेवंति जं न पणमंति । किं किं न कुणंति नरा ?, नडिया आसापिसाईए ॥१॥" आभ्यन्तरस्तु परिग्रहो दोषरूप एव, मिथ्यात्वादीनामनन्तभवभ्रमणहेतुत्वादिति । एवं परिग्रहस्य
– સંબોધોપનિષદ્ – રાજાઓની સેવા કરે છે. વિનયનું પ્રદર્શન કરે છે. પ્રેમસહિત વચન બોલે છે. રાત-દિવસ તેમની આગળ દોડે છે. તેમના પગ દબાવે છે, તેમના અશુચિસ્થાનોને સાફ કરે છે. તેમના વચનથી સર્વ અધમ કામો કરે છે.
અથવા તો વાણિજ્યમાં પ્રવૃત્તિ કરે છે. મુગ્ધ વિશ્વસ્ત વ્યક્તિને છેતરે છે. વિદેશોમાં જાય છે. ઠંડી-ગરમીની વેદનાને સહન કરે છે. શ્રુધા-પિપાસાઓને સહન કરે છે. મૂડીનો નાશ થવાથી ક્લેશ પામે છે. વધારે કહેવાથી શું? તેવું કાંઈ નથી કે જેની પ્રાર્થના નથી કરતાં, જેનું સેવન નથી કરતાં, જેને પ્રણામ નથી કરતાં. ખરેખર આશારૂપી પિશાચીથી બાધિત થયેલા મનુષ્યો શું શું નથી કરતાં ? //
આભ્યન્તર પરિગ્રહ તો દોષરૂપ છે, કારણ કે મિથ્યાત્વ