________________
સજ્હો સપ્તતિ: ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ૨૩ . लोष्ठवत् । आत्मवत्सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥१॥" । तथा-"एवं खु नाणिणो सारं, जं न हिंसंति किंचणं । अहिंसासमयं चेव, एतावन्तं वियाणिया ॥१॥ किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए । जं इत्तियं न नायं, परस्स पीडा न कायव्वा ॥२॥ मातेव सर्वभूतानामहिंसा हितकारिणी । अहिंसैव हि संसारमरावमृतसारणिः॥३॥ अहिंसा दुःखदावाग्नि
– સંબોધોપનિષદ જુએ છે, પરધનને માટીના ઢેફા સમાન જુએ છે અને સર્વજીવોને પોતાની સમાન જુએ છે, તે જ સાચો દૃષ્ટા છે. (અર્થથી ચાણક્યશતક ૫)
તથા કહ્યું છે કે – જેથી કોઈ જીવની હિંસા ન કરે એ જ જ્ઞાનીને પોતાના જ્ઞાનનું સારભૂત ફળ છે. કારણ કે જ્ઞાની જાણે છે કે જિનશાસનનું હાર્દ હોય, એવો સિદ્ધાન્ત અહિંસા જ છે.
વળી – જ્યાં એટલું પણ નથી જણાયું કે બીજાને પીડા ન કરવી જોઇએ, તેવા પલાલભૂત ફોતરા જેવા નિઃસાર કરોડો પદ ભણીને પણ શું ફાયદો છે? રા (સંબોધપ્રકરણ ૧૧૩૦, નાનાચિત્તપ્રકરણ ૨૦, રત્નસંચય ૧૩૧)
યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, અહિંસા જ માતાની જેમ સર્વ જીવોનું હિત કરનારી છે અને અહિંસા જ સંસારરણમાં અમૃતની સારણિ સમાન છે. અહિંસા દુઃખદાવાનળને