________________
२२ ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ સોસપ્તતિ: स च लोकरूढ्या द्रव्यधर्मोऽपि भवति, तद्व्यवच्छेदायाह'निपुणदयासहितः' निपुणा जिनाज्ञापालनदक्षा या दया हिंसापरिहारस्तया सहितः । अयं भावः-सर्वमप्यनुष्ठानं कृपायुक्तमेव क्रियमाणं सिद्धिहेतुर्भवति, यदुक्तम्-"किच्चंपि धम्मकिच्चं, पूयापमुहं जिणिंदआणाए । भूयमणुग्गहरहियं, आणाभंगा उ दुहदाइ ॥१॥" तथा-"सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥१॥" अन्यैरप्युक्तम्-"मातृवत्परदाराणि, परद्रव्याणि
– સંબોધોપનિષદ્ તે લોકરૂઢિથી દ્રવ્યધર્મ પણ હોઈ શકે, માટે તેનો વ્યવચ્છેદ કરવા માટે કહે છે – નિપુણ = જિનાજ્ઞાપાલનમાં દક્ષ એવી જે દયા = હિંસાનો પરિહાર, તેનાથી સહિત. આશય એ છે કે કોઈ પણ અનુષ્ઠાન દયા સહિત કરો, તો જ એ સિદ્ધિનું કારણ થઈ શકે. કારણ કે કહ્યું છે કે – પૂજા વગેરે કૃત્ય પણ જો જિનેશ્વરની આજ્ઞાથી કરાય તો એ ધર્મકૃત્ય છે. બાકી જેમાં જીવદયા નથી એવું કૃત્ય તો આજ્ઞાના ભંગથી દુઃખકારક છે. (ષષ્ટિશતક ૪૫) - દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે- સર્વ જીવો જીવવા ઇચ્છે છે, કોઈ મરવા ઇચ્છતું નથી. માટે જીવવધ એ ભયંકર છે અને નિગ્રંથો તેનું વર્જન કરે છે. (દ.વૈ. ૬-૧૧)
અન્યોએ પણ કહ્યું છે કે જેઓ પરનારીને માતા સમાન