________________
सम्बोधसप्ततिः ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ૨૨ रहितो वियुक्तो देवोऽर्हन् । तत्र दीव्यति विलसति परमानन्दपद इति देवः । देव इत्युक्ते सामान्येन हरिहरादयोऽपि लोकप्रसिद्धा देवाः स्युस्तद्व्यवच्छेदाय 'अष्टादशदोषरहितः' इति प्रौढविशेषणेनार्हत्वसिद्धिः। अयं भाव:-देवबुद्ध्या एवंविध एव देवो ध्येय इति । तथा 'धम्मो य निउणदयसहिओ' इति, चशब्दः समुच्चयसूचकः । 'धर्मः' धारयति दुर्गतिप्रसृतान् जन्तूनिति धर्मः, यथोक्तम्-"दुर्गतिप्रसृतान् जन्तून्, यस्माद्धारयते तथा । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥१॥"
– સંબોધોપનિષદ્ – કે વિયુક્ત દેવ અરિહંત છે. તેમાં – જે પરમાનંદ પદમાં દેવન = વિલાસ કરે તે દેવ - એવી દેવ પદની વ્યુત્પત્તિ છે. દેવ આવું કહેવાથી સામાન્યથી હરિ = વિષ્ણુ, હર = શંકર, વગેરે લોકપ્રસિદ્ધ દેવો પણ હોઈ શકે. માટે તેમના વ્યવચ્છેદ માટે અઢાર દોષોથી રહિત એવા પ્રૌઢ વિશેષણથી દેવની યોગ્યતાની સિદ્ધિ કરી.
આશય એ છે કે દેવબુદ્ધિથી આવા પ્રકારના દેવ જ ધ્યાન કરવા યોગ્ય છે.
તથા નિપુણદયાથી યુક્ત ધર્મ છે. અહીં “ચ' શબ્દ સમુચ્ચયસૂચક છે. જે દુર્ગતિમાં પ્રસૃત જીવોને ધારણ કરે તે ધર્મ. જેમ કે કહ્યું છે કે- જે દુર્ગતિમાં પ્રવૃત જીવોનું ધારણ કરે = રક્ષણ કરે, તથા તેમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે, માટે તેને ધર્મ કહેવાય છે.