________________
સન્ડ્રોસપ્તતિ ગાથા-૨ - સમભાવથી મુક્તિ ૨૨ __ अथ पञ्चेन्द्रियत्वमनुजत्वार्यदेशसुकुलजन्मत्वादिसद्धर्मसाधनसामग्रीशालिनाऽपि मोक्षकारणज्ञानचारित्राधारभूतसमभावार्थिना भविना श्रीसम्यग्दर्शन एव यतितव्यं तत्पूर्वकत्वात्सकलधर्मानुष्ठानपालनफलस्य, यदुक्तं श्रीआचाराङ्गनिर्युक्तौ-"तम्हा कम्माणीयं, जेउमणो दंसणंमि पयएज्जा । दसणवतो हि सफलाणि हुति तवचरणनाणाणि ॥१॥" तच्च सुदेवसुगुरुसुधर्मेषु देवगुरुधर्मबुद्धिः, यदाह-“या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते॥१॥" तत्त्वार्थश्रद्धानरूपं
- સંબોધોપનિષદ્ – જેણે પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યદેશ, સુકુળમાં જન્મ વગેરે સદ્ધર્મની સામગ્રી મેળવી છે, તથા જે મોક્ષના કારણભૂત જ્ઞાન અને ચારિત્રના આધારરૂપ સમભાવનો અર્થી છે, એવા પણ જીવે શ્રીસમ્યગ્દર્શનમાં જ પ્રયત્ન કરવો જોઇએ. કારણ કે સર્વ ધર્માનુષ્ઠાનના પાલનનું ફળ સમ્યક્તથી મળે છે. કારણ કે શ્રી આચારાંગનિર્યુક્તિમાં કહ્યું છે – તેથી કર્મરૂપી સેનાને જીતવાના મનવાળાએ દર્શનમાં પ્રયત્ન કરવો. કારણ કે જેની પાસે સમ્યગ્દર્શન છે, તેના જ તપ, ચારિત્ર અને જ્ઞાન સફળ થાય છે. (આચારાંગનિયુક્તિ ૨૨૧)
દર્શનનો અર્થ એ છે કે સુદેવ-સુગુરુ-સુધર્મને જ દેવગુરુ-ધર્મ તરીકે માનવા. કારણ કે કહ્યું છે કે જે સાચા દેવમાં દેવતાબુદ્ધિ હોય, સાચા ગુરુમાં આ ગુરુ છે એવી મતિ હોય અને સાચા ધર્મમાં જ શુદ્ધ ધર્મબુદ્ધિ હોય, તે સમ્યક્ત