________________
मात
१८ ગાથા-૨ - સમભાવથી મુક્તિ સોળસપ્તતિ: रागद्वेषरहितो भवति स एव शिवपदवीमासादयति, यत उक्तम्"रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् ? । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ? ॥१॥" इति । एतावता मोक्षप्राप्ति प्रति न वेषप्राधान्यं किन्तु समभाव एव निर्वृतिहेतुरित्युक्तम् । अत्रान्यलिङ्गगृहिलिङ्गानामपि यत्सिद्धिप्रतिपादनं तद् भावतः सम्यक्त्वादिप्रतिपन्नानां केवलज्ञानप्राप्त्यनन्तरमेव कालं कुर्वतां द्रष्टव्यम् । इतरथा यदि दीर्घमायुष्कमात्मनस्ते पश्यन्ति ततः साधुलिङ्गं प्रतिपद्यन्त एवेति ॥२॥
– સંબોધોપનિષ આશય એ છે કે જે સમભાવવાળો આત્મા રાગદ્વેષરહિત હોય, તે જ મોક્ષપદવીને પામે છે. કારણ કે કહ્યું છે કે જો રાગ-દ્વેષ હાજર હોય, તો તપનું શું પ્રયોજન છે? અને જો રાગ-દ્વેષ જ ન હોય તો પણ તપનું શું પ્રયોજન છે? //વા
આના દ્વારા એવું કહ્યું છે કે મોક્ષપ્રાપ્તિ પ્રત્યે વેષનું પ્રાધાન્ય નથી, પણ સમભાવ જ મોક્ષનું કારણ છે. અહીં અલિંગ = ગૃહિલિંગ આત્માઓના પણ મોક્ષની જે વાત કરી છે, તે ભાવથી સમ્યક્ત, વિરતિ વગેરે જેમણે પ્રાપ્ત કર્યું હોય, અને કેવળજ્ઞાન પછી તરત જ કાળ કરતા હોય તેમની બાબતમાં સમજવાનું છે. અન્યથા તો જો તેઓને એવું લાગે કે તેમનું આયુષ્ય દીર્ઘ છે, તો તેઓ સાધુલિંગનો સ્વીકાર કરે જ છે. રા.