________________
श्रामण्योपनिषद्
સત્ય વચન સવિજન હિતકારી, તે પર જુઓ વિચારોજી, વસુરાજા છળી પિડયો દેખતાં, ઉત્તમ નહિ આચારોજી. દશવિધયતિધર્મ૦ ૯
९१
શૌચપણે જે સ્થાનક આઠમો, કર્મ ન લોગ લગારોજી, નવવિધ પરિગ્રહ નવમે પરિહિર, આદિરયો અણગારોજી. દશવિધયતિધર્મ૦ ૧૦
ધર્મ સર્વમાં બ્રહ્મ વખાણીયે, ઉત્તમ તરૂવર હોએજી, નવવાડો જે દઢ કરી રાખશે, સાધુ શિરોમણી સોએજી. દશવિધયતિધર્મ૦ ૧૧
જીવ સંસારે મનોબળ થોડલો, મહિલા મોહન વેલોજી, જતન કરવો જિનવર દાખવે, કુસંગ વિચાર મેલોજી. દશવિધયસિઁધર્મ૦ ૧૨
એહવી ભવિયણ મન સુધે ધરો, સારો સઘળા કાજોજી, શિવપુર મારગ કીજે ઢૂંકડો, લહીએ અનંતા રાજોજી. દશવિધયતિધર્મ૦ ૧૩
કલશ
દશમુનિના દશમ અંગે, નામ માત્રે ઉચ્ચરો, ભવોધિ પ્રવહણ અનોપમ વાળી, કરી દુત્તર તરો, શ્રી સમરચંદ્ર સૂરીશ શીસો, ક્ષેમરાજ સદા કહે, જે કરે-કરાવે મનસ્યું ભાવે, હેલે શિવરમણી વરે. દવિધયતિધર્મ૦ ૧૪