________________
श्रामण्योपनिषद्
B શ્રી વીરવિમલજીકૃત શ્રમણધર્મ સજ્ઝાય સદ્ગુરુને ચરણે નમી, હું તો સમરી સરસતી માય રે, કહું સાધુ ધરમ દવિધ ભલો, જે ભાખ્યો શ્રી જિનરાય રે, નિજ ધરમ મુનીસર મનભલો. ૧ જો મરણાંત દુઃખ કોઈ દીયે, પણ મુનિ સમતા રસે ઝીલે રે, ખંધક શિષ્ય તણી પરે, સમયંત્રે કર્મ સવિ પીલે રે.
નિજ૦ ૨
૮૮
બહુવંદન સ્તુતિ પૂજા લહી, વિ માન મુનિ આણે રે, જાત્યાદિક મદ સવિ પરિહરે, બહુ કર્મ કુટુક ફલ જાણે રે. નિજ૦ ૩
માયાએ તપ કિરિયા કરે, પણ પામે ગર્ભ અનંત રે, એ જિનવાણી જાણી કરી, મુનિ માયાનો કરે અંત રે.
નિજ૦ ૪ જેણે દુવિધ પરિગ્રહ પરિહરી, નિર્લોભદશા ન સંભાળી રે, વસ્ત્ર અશનાદિક ઈહાં ધરી, તેણે મુગતિ મેલી ઉલાળી રે.
નિજ૦ ૫
ધન્ના કાકંદી મુનિવર પરે, ઘોર તપ કરી અંગ ગાળો રે, મમતા માયા દૂરે ત્યજી, ધર્મ પાંચમો નિત અજુઆળો રે.
નિજ૦ ૬
લેઈ સંયમ સિંહ તણી પેરે, મુનિ સિંહ તણી પેરે પાળે રે, ગજસુકુમાલ તણી પ૨ે, ધ્યાનાનલે કર્મ પ્રજાળે. નિજ ૭