________________
८७
श्रामण्योपनिषद् અતિ નિર્માયપણે કરે કિરિયા, ધન ધન તેહના પરિયાજી, છેડે અશુભવિયોગે કિરિયા, ચરણ ભવન ઠાકુરિયાજી.
તે તરીયા) ર અનિશિ સમતા વનિતા વરીયા, પરિસહથી નવિ ડરિયાજી, હિત શીખું ભવિજન ઉદ્ધરીયા, ક્રોધાદિક સવિ ઠરીયાજી.
તે તરીયા) ૩ શીલ સન્નાહે જે પાખરીયા, કર્મ કર્યા ખાખરીયાજી, જેહથી અવગુણ ગણ થરહરીયા, નિકટ તેહ ન રહિયાજી.
તે તરીયા) ૪ વીર વચન ભાખે સાકરીયા, નહિ આશા ચાકરીયાજી, જ્ઞાનવિમલ પ્રભુ જેણે શિર ધરીયા, તસ જસ જગે વિસ્તરીયાજી. તે તરીયા૫
(કળશ). એમ ધર્મ મુનિવર તણો દશ વિધ કલ્યો શ્રુત અનુસાર એ, ભવિ એક આરાધો સુખ સાધો, જિમ લાહો ભવપાર એ. ૧ શ્રી જ્ઞાનવિમલ સૂરીંદ પભણે, રહી સુરત ચૌમાસ એ, કવિ સુખ સાગર કહણથી એ, કર્યો એમ અભ્યાસ એ. ૨ આદર કરીને એક અંગે, ગુણ આણવા ખપ કરે, ભવપરંપર પ્રબલ સાગર, સહજ ભાવે તે તરે. ૩ એમ ગુણ વિશાલા કુસુમમાલા, જેહ જન કંઠે ઠરે, તે સયલ મંગલ કુશલકમલા, સુજશ લીલા અનુભવે. ૪